________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXXIV
અણઉપચારે આત્મા ઉપાદેય રહેલો છે. આનંદપર્યાય પરિણત આત્માને આનંદમૂર્તિ આત્મા ઉપાદેય છે.
જ્યાં ઉપાદેય તત્ત્વ ઉ૫૨ દૃષ્ટિ ગઈ તો તેણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમીને આત્માનો આશ્રય કર્યો છે. તે જ્યારે સમ્યક્ પ્રકારે પરિણમ્યો ત્યારે તેને ભાન થયું કેત્રિકાળી સામાન્ય આત્મા ઉપાદેય છે. પરિણમેલો આત્મા એમ જાણે છે કે-પરિણામથી રહિત આત્મા ઉપાદેય છે.
ખરેખર સમ્યગ્દર્શન જ્ઞાનમાં જ આત્મા ઉપાદેય થયો. પરિણામીએ અપરિણામી થઈને અપરિણામીને ઉપાદેય કર્યો છે. હવે જે પરિણામી થયો તેમાં પરિણામ તો ઉપાદેય થતા નથી પરંતુ પરિણામી દ્રવ્ય પણ ઉપાદેય થતું નથી. કેમકે દૃષ્ટિ ધ્યેય ઉ૫૨થી ખસતી નથી. નિર્મળ પર્યાયથી સહિત દ્રવ્યમાં ઉપાદેયતા આવી જાય તો તે સ્થળ મિથ્યાર્દષ્ટિ છે.
જે આત્માનું અવલંબન લઈને પરિણમ્યો છે તે અભેદજ્ઞેય છે પણ તે ધ્યેય નથી. પરિણામી દ્રવ્ય જ્ઞેય છે તો ધ્યેય શું છે? અપરિણામી તત્ત્વ ધ્યેય છે. ધ્યેયનું ધ્યાન થતાં આત્મા ધ્યાતારૂપે પરિણમે છે. પરિણમતો આત્મા પણ અપરિણામીનું લક્ષ રાખે છે. તેનું લક્ષ પરિણામી ઉપર નથી પરંતુ તેનું લક્ષ ત્રિકાળી દ્રવ્ય ઉ૫૨ છે. માટે શેયનું અવલંબન નથી પરંતુ ધ્યેયનું અવલંબન છે. સાધકને પરિણામી દ્રવ્યમાં પણ ઉપાદેય બુદ્ધિ નથી. પરિણામીમાં જે અપરિણામી છૂપાયેલો છે તેમાં જ ઉપાદેયતા વર્તે છે. જે પર્યાયથી અભેદ છે તે પરિણામી છે. જે પર્યાયથી ભિન્ન છે તે અપરિણામી છે.
♦ નિર્વિકલ્પ ધ્યાનના કાળે શું સ્થિતિ હોય છે તેનું સ્પષ્ટીકરણ ક૨ના૨ પૂ. ભાઈશ્રી:
“ આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.. ” તે થન અભેદ નયનું છે. આ અભેદનય
નિર્વિકલ્પ ધ્યાનના કાળે જ ઉદિત થાય છે. જેને અભેદનયે આત્મા કહેવાય છે તેને જ ભેદનયે પર્યાય કહેવાય છે. શુદ્ધોપયોગને આત્માથી અભેદગણીને તેને જ આત્મા કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગને આત્મા કહ્યો તે જ્ઞાનપ્રધાન કથન છે. કેમકે ધ્યેયમાં શુદ્ધોપયોગની પર્યાયનો પણ અભાવ છે. ધ્યાતામાં શુદ્ધોપયોગની પર્યાયનો સદ્ભાવ છે. ધ્યેયમાં પર્યાયનો અભાવ છે અને જ્ઞેયમાં પર્યાયનો સદ્ભાવ છે, સમય એક છે. આનંદમૂર્તિ તે ધ્યેય છે, અને આનંદની પર્યાય પ્રગટ થઈ તે ધ્યાન છે, અને આખો અભેદ આત્મા તે ધ્યાતા છે. અનુભૂતિમાં કોઈ ભેદ દેખાતો નથી. અનુભૂતિ તે આત્મા છે. આનંદ પર્યાય પરિણત આત્મા, અભેદનયથી આત્મા હોવા છતાં તે જ્ઞેય છે, તે ધ્યેય નથી. પ્રમાણજ્ઞાનનો વિષય છે તે જ્ઞેય છે પણ તે ધ્યેય નથી.
આત્માને આત્મા ઉપાદેય છે એટલો ભેદ કરીને સમજાવે છે. પરંતુ અનુભવમાં ખરેખર બે આત્મા નથી. આત્મા તો એક જ છે. ઉપાસ્યને ઉપાસક જુદા નથી. સાધ્યને સાધક જુદા નથી. જ્ઞાનને જ્ઞેય જુદા નથી. તે એક આખી અભેદ વસ્તુ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk