________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXV
શુદ્ધ અંત:તત્ત્વ આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે.. એ પણ ભેદ છે. શું ત્યાં બે આત્મા છે? અનુભૂતિમાં તો એક અભેદ આત્મા જ વિલસે છે. ત્યાં કોઈ ભેદ ભાસતો નથી માટે ત્યાં સ્વસ્વામી સંબંધનો પણ અભાવ વર્તે છે.
અનુભવના કાળે માત્ર અપરિણામી પણ નથી અને પરિણામ પણ નથી, ત્યાં તો માત્ર પરિણામી છે. ત્યાં કોઈ ભેદ નથી, કોઈ વિકલ્પ નથી, આખું અભેદ સ્વજ્ઞય છે. આ દ્રવ્ય છે અને આ પર્યાય છે તેવો ભેદ પણ નથી. અનુભૂતિમાં તો આખું દ્રવ્ય એકરસ અનુભવાય છે.
અનુભૂતિમાં જે કોઈ છે તે આત્મા છે. ત્યાં માત્ર દ્રવ્ય નથી કે માત્ર પર્યાય નથી. માત્ર ઉત્પાદ નથી કે માત્ર વ્યય નથી કે માત્ર ધ્રૌવ્ય નથી પરંતુ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તમ્ સત્ છે. અહીં કોઈ હેય નથી, કોઈ ઉપાય નથી પરંતુ આખી વસ્તુ પ્રમાણજ્ઞાનમાં પ્રમેય છે.
કોઈ પણ કથન કરો એટલે અભેદમાં ભેદ પડ્યા વિના રહે જ નહીં. જ્યારે અભેદના અનુભવમાં કોઈ ભેદ હોતો નથી. આ રીતે અનેકા અનેક ન્યાયોથી ભરપૂર આ ગ્રંથ અમૃતરસને પાનાર છે. અખંડ દ્રવ્યનું અખંડપણે અવલંબન લેવડાવી અખંડપણે શુદ્ધ અંતઃતત્ત્વમાં નિહિત કરાવ્યા છે. શ્રીમદ્જીનું વાકય છે કે “આ આત્મા અમૃતથી ભરેલી સચોળી નાળિયેરી છે.” ભગવાન આત્મા વિષે જેટલું કહો તેટલું સ્વાહા થઈ જાય છે. તે વચનથી અગોચર છે અર્થાત્ વાણીનો વિષય નથી અને તે વિકલ્પ દ્વારા પણ જણાતો નથી. તેને કયા માધ્યમથી પ્રકાશિત કરવો! નિયમસારમાં પણ આવે છે કે આ બહિત્મા અને આ અંતભા તેવો ભેદ શુદ્ધ અતં તત્ત્વમાં પાડવો, અથવા જે આવો ભેદ પાડવાવાળો વિકલ્પ ઉઠે તે સંસાર રમણીને પ્રિય છે, એટલે કે તે મુક્તિ રમણતાને વરતો નથી.
ખરેખર માર્ગ શાસ્ત્રમાં કહ્યો છે અને શાસ્ત્ર બહિરંગ નિમિત્ત છે. પરંતુ તેનો મર્મ જ્ઞાનીના હૃદયમાં રહેલો છે. તેથી તે અંતરંગ નિમિત્ત છે. આ વાક્ય આ પ્રવચનોને સાંગોપાંગ સાફલ્ય કરે છે. “ખરેખર માર્ગને પામેલાઓ જ માર્ગને પમાડે છે.”
“રાગને નિવારી, ભેદને વિદારી;
અભેદને નિહારી, સ્વસંવેદના અમારી.” અતિ વિકલ્પથી બસ થાઓ.. બસ થાઓ !
અલ.. અલમ્.. ઈતિ સંપૂર્ણમ્.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk