________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXXII
જો પર્યાય ત્રિકાળ સ્વભાવથી મળેલી હોત તો પણ ધ્યેયનું ધ્યાન કરો તેવો ઉપદેશ આપવામાં ન આવત. પર્યાય દ્રવ્યથી ભિન્ન છે માટે તો દ્રવ્યનું ધ્યાન કરો તેવો ઉપદેશ આપવામાં આવે છે. જો પર્યાય ત્રિકાળી ધ્રુવથી સર્વથા અભિન્ન હોય તો ત્રિકાળીનું કૂટસ્થપણું રહેશે નહીં. અને બીજુ પર્યાયનું ક્ષણિકપણું પણ રહેશે નહીં. કાં તો દ્રવ્યને ક્ષણિક થવું પડશે અથવા પર્યાયને ધ્રુવ થવું પડશે. તો તો બે સત્નો નાશ થશે. આ રીતે સિદ્ધ થાય છે કે-એક વસ્તુમાં ભિન્ન દ્રવ્ય છે અને ભિન્ન પર્યાય દ્રવ્યનું ધ્યાન કરે છે. હવે તે પર્યાય ત્રિકાળી સામાન્યનું લક્ષ કરે છે કે-‘હું ધ્રુવ છું’ તેમ અભેદનું લક્ષ થતાં તે પર્યાય કર્થંચિત્ અભેદ થઈ ગઈ. જેવું દ્રવ્ય છે તેવી પર્યાય અંશે.. થઈ ગઈ. શ્રી સોગાનીજી કહે છે કે“ પર્યાય મેરા ધ્યાન કરો તો કરો મેં કિસકા ધ્યાન કરું !” પર્યાય ધ્યેયનું ધ્યાન કરે છે ત્યારે ધ્યેય ધ્યાનને ધ્યાતાનો ભેદ નથી, અનુભવ કાળે ત્રણેય એકરૂપ છે. ધ્યેયનું ધ્યાન કરતાં પર્યાય ધ્યેયમયી થઈ જાય છે. વસ્તુગત્ તો દ્રવ્ય પર્યાયની ત્રૈકાલિક ભિન્નતા અબાધિત વર્તે છે અને નિર્વિકલ્પ અનુભૂતિના કાળે ભેદવિકલ્પના અભાવને કારણે માન્યતાગત્ અભિન્નતા થઈ જાય છે તેને પર્યાય અભેદ થઈ તેમ કહેવાય છે. ધ્યાનની પર્યાયનો જો ભેદ કરો તો તે હૈય છે અને અભેદ કરો તો તે જ્ઞેય છે પરંતુ તે ધ્યેય નથી. સાધક કહે છે–હું ધ્યાતા કયારે રહું? ધ્યેયનું ધ્યાન ચાલુ હોય તો. ધ્યાતા પુરુષ પણ ધ્યાનનું ધ્યાન કરતા નથી અને ધ્યાતાનું પણ ધ્યાન કરતા નથી, તેઓ તો ધ્યેયનું ધ્યાન કરે છે. ધ્યેયનું ધ્યાન કરે છે માટે જ ધ્યાતા રહે છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે–“ જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરમ પારિણામિક ભાવલક્ષણ નિજ પ૨માત્મ દ્રવ્ય છે તેજ હું છું, આ ખંડ જ્ઞાન તે હું નથી.”
માટે શ્રદ્ધાનો વિષય પરિણામ તો નથી પરંતુ પરિણામે પરિણત આત્મા પણ નથી. પર્યાય સાપેક્ષ દ્રવ્ય છે તે વ્યવહારનયનો વિષય છે. પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે તે શુદ્ધનયનો વિષય છે.
♦ શુદ્ધને શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે.
સંતો કહે છે કે–આવુ શુદ્ધ અંતઃતત્ત્વ તારી પાસે છે પરંતુ તેના હોવાપણા માત્રથી તને કશો જ લાભ નહીં થાય. તેને ધ્યેય બનાવી ને તેમાં એકાગ્ર થા તો લાભ થાય. કેમકે જ્યારે આત્મા ઉપાદેય થયો ત્યારે જ તેને સમ્યક્ પરિણમન થયું. આત્મા હૈય છે તો નિયમથી બીજી ચીજ ઉપાદેય છે. માટે કહે છે કે-આત્માના અસ્તિત્વથી તને લાભ નથી. લાભ-હાનિ પર્યાયમાં થાય છે. જે પર્યાયના લક્ષે નુકશાન થયું હતું તે હવે સ્વના અસ્તિત્વના સ્વીકારથી લાભ થવા લાગ્યો. દુઃખ ગયું અને સુખ આવ્યું.
પ્રશ્ન:- કારણ પરમાત્મા છે પરંતુ કાર્ય કેમ આવતું નથી ?
ઉત્ત૨:- તને હું કા૨ણ પરમાત્મા છું તેવું શ્રદ્ધાન કયાં છે ? તો પછી કાર્ય કયાંથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk