Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ દર્શન થાય છે. સાથે સાથે દેષ્ટિની તીક્ષ્ણતા, જ્ઞાનની વેધકતા, સ્વદ્રવ્ય-પદ્રવ્યની સ્વાનુભવથી પૃથતા, સવિકલ્પમાં વૈરાગ્ય પરાયણતા, દષ્ટિપૂર્વક જ્ઞાનની સંધિ, ક્ષણને પળે ભેદજ્ઞાન યુક્ત જાગૃત દશા, ઉત્કટ આત્મ ચિંતન અને પરમાર્થમાર્ગની પ્રભાવનાનો ભાવ વગેરે વિધ વિધ વીતરાગી કુસુમોથી અધ્યાત્મબાગ મઘમઘી રહ્યો છે. આ પ્રવચનોમાં પરિણામની એકત્ત્વબુદ્ધિ તોડવાના મહામંત્રો આપ્યા છે. સૂર્ય પ્રગટ છે તેને પ્રગટ કરવાનો નથી... માત્ર આંખ ઉઘાડતાં પ્રગટ સૂર્યના પ્રગટ દર્શન થાય છે. તેમ રુચિની આંખ ઉઘાડતાં ભગવાન આત્મા પ્રગટ છે તેમ દર્શન થાય છે. પર્યાય પણ પર્યાયથી ઉદાસ થાય છે. પર્યાય પણ પર્યાયની ઉપેક્ષા કરે છે. આમ અનેક પ્રકારે શુદ્ધાત્માના સ્વરૂપને ઊંડાણથી લક્ષગત્ કરાવ્યો છે. અભૂતથી અદભૂત ચમત્કારીક આ અધિકાર છે. માત્ર દેષ્ટિ ફેરવવાની વાત છે. શુદ્ધાત્માનો પક્ષ આવીને પક્ષીતિક્રાંત થાય તેવો મહાન અધિકાર છે. જે આત્મા સાધકને ઉપાદેય છે તે જ આભા મિથ્યાદેષ્ટિ જીવને ઉપાદેય છે. જેટલો અરીસો સ્વચ્છ તેટલા જ પ્રમાણમાં બહારના પદાર્થો વધારે સ્પષ્ટ ઝળકે છે, તેમ જ મનમાં-અનુમાનમાં અભેદ ધારે છે; પછી તેનું વારંવાર મનન કરે છે, તો તેને પરોક્ષમાં પણ શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્પષ્ટ ઝળકી ઊઠે છે. પછી “મન પાવે વિશ્રામ... અનુભવ યાકો નામ.” આગમમાં છ દ્રવ્યને, રાગને પરદ્રવ્ય કહેવાય. જ્યારે અધ્યાત્મમાં પરિણામને પદ્રવ્ય કહેવાય. પરિણામરૂપ પરદ્રવ્યનો કર્તા સ્વદ્રવ્ય નથી. પરિણામમાં કંઈ પણ કરવાની ઇચ્છા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ તે જ પરિગ્રહ છે. એક તરફથી ભગવાન આત્માને અપરિગ્રહી-નિસ્પૃહ કહેવો અને તેને જ પરદ્રવ્યને પ્રગટ કરવાની ભાવનાવાળો કહેવો તે વિરોધી વાત છે. હવે જે દેવગુરુશાસ્ત્ર છે તે પરદ્રવ્ય તો છે, પરંતુ તે જ્ઞય પણ છે. જ્યારે પરિણામ-પદ્રવ્ય છે તેથી તે હેય છે. પરિણામરૂપ પરદ્રવ્ય ધ્યેય તો નથી પરંતુ તે શેય પણ નથી. આચાર્યદવે સમયસારમાં અનુભવથી નિજ વૈભવ બતાવવાની જે પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞા નિયમસારમાં ચાલી આવે છે. જેમ સમયની સાથે “સાર” શબ્દ જોડયો છે તેમ નિયમની સાથે સાર” શબ્દ જોયો છે. સમયની સાથે “સાર” શબ્દ છે તે દ્રવ્યનો નિશ્ચય બતાવે છે. અને નિયમની સાથે જે “સાર” શબ્દ છે તે પર્યાયનો નિશ્ચય બતાવે છે. સમયસાર દષ્ટિપ્રધાન શાસ્ત્ર હોવાથી દૃષ્ટિનો વિષય મુખ્યતાએ આપ્યો છે. જ્યારે નિયમસાર ધ્યાનરૂપ હોવાથી શ્રદ્ધાનો વિષય છે તેને વિષય કરનારા સ્વસંવેદન નિર્વિકલ્પ પરિણામ નવા પ્રગટ થાય છે. એ અતીન્દ્રિય પરિણામ તે પર્યાયનો નિશ્ચય છે. વિષય એક, સમય એક અને પરિણામ ત્રણ પ્રગટ થાય છે તે સ્વાશ્રિત નિશ્ચયરૂપ છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 348