________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
♦ વિહંગાવલોકન:
XX
શ્રી નિયમસારજી નિજભાવના પ્રધાન શાસ્ત્ર છે. તેમાં જીવઅધિકાર પછી અજીવ અધિકાર લખ્યો. કારણ કે–અજીવ અધિકારનું સ્વરૂપ સમજવાથી જ્ઞાનની સૂક્ષ્મતામાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી શુદ્ધભાવ અધિકાર લીધો તે સમયસારના અજીવ અધિકારની સામ્યતા ધરાવે છે. ત્યાર પછી તરત જ વ્યવહારચારિત્ર અધિકાર લીધો. જુઓ ! નિશ્ચયવ્યવહા૨ની સંધિ કેવી કરતા આવે છે. નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, નિશ્ચય વિના વ્યવહાર ત્રણકાળમાં હોતો નથી.
આ શુદ્ધભાવ અધિકારની ૩૮ થી ૫૫ ગાથા તે આચાર્ય શ્રીકુંદકુંદદેવ દ્વારા લખાયેલી છે. તેમની ઉપર તાત્પર્યવૃત્તિ ટીકામાં ૫૪ થી ૭૫ કળશો ભાવિતીર્થંકર શ્રીપદ્મપ્રભમલધારિદેવ દ્વારા લખાયેલા છે. તાત્પર્યવૃત્તિ ટીકાના શિખર ઉપર મનોરમ્ય કળશ શુદ્ધ સ્વરૂપને ધ્વનિત કરતા શોભી રહ્યા છે. આચાર્યદેવની ગાથાની વાતને અને પોતાની ટીકાની વાતની પુષ્ટિ અર્થે અન્ય આચાર્યદેવના કળશોનો આધાર લઈ વસ્તુ સ્વભાવને વિશેષે દ્રઢ કરે છે.
♦ નિદોર્ષ પ્રભુતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
ત્રિકાળી પ૨માત્મામાં ‘હું પણું ’ સ્થાપિત કરાવનાર મહાન અધિકાર છે. ૫રમાત્માના જ્ઞાનમાં બીજા જીવોનો ૫રમાત્મા કેવો જણાય છે તેનું સહજભાવે નિરૂપણ કરનાર શુદ્ધભાવ અધિકાર છે.
નિજ ૫રમાત્માને જોતાં રાગ કેવો ? પોતાને જોવામાં અરુચિ કેવી ? જે સ્વભાવથી સહજ પરિપૂર્ણ છે તેને પૂર્ણ કરવાનો વિકલ્પ કેવો ? સ્વયંથી સ્વયંની સંપૂર્ણ અક્ષય વિભુતા ભાસિત થાય છે ત્યારે તેને સ્વરૂપ સંબંધી રાગ-દ્વેષરૂપ અર્થાત્ વિભાવરૂપ કોઈ વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી.
પ્રભુ ! તું.. સ્વયમ્ પોતાથી જ એટલો પૂર્ણ અને તૃત છો કે તને કોઈની જરૂરત જ નથી. તારી પ્રભુતા સ્વાભાવિક છે, નિર્દોષ છે. તું તારાથી જ અત્યંત વૈભવ સંપન્ન અને સુંદર છો. આત્મન્ ! ખરેખર તારે કોઈને સાંભળવાની, સંભળાવવાની કે સ્વાધ્યાયની કોઈ જ જરૂરત નથી. સ્વભાવને સ્વરૂપ ચિંતવનની કોઈ જરૂરત નથી. ક્મકે તું અત્યારે કૃતકૃત્ય ૫રમાત્મા છો. (૧) સ્વનું અધ્યયન તે સ્વાધ્યાય. (૨)ચિંતવન એવું હોય કે–અચિંત્યવસ્તુ ને ચિંતવનની જરૂરત જ ન ભાસે. (૩) સાંભળવું એવું હોય કે–સાંભળ્યા પછી એક ક્ષણ માટે નિજ પરમાત્માનું વિસ્મરણ કદી ન થાય અને ફરી ફરી સાંભળવાનો ભાવ પણ ઓસરી જાય. પરિપૂર્ણ પ૨માત્મને શું જરૂરત પડી કે ઉપરોક્ત શુભભાવ કરવા પડે!
અહો... પ્રભુ ! તું સ્વયં પ્રભુતામય છો ને ! તારે પ્રભુ થવાનું નથી. પ્રભુ છે તેને પ્રભુ બનવું નથી.. કેમકે તે અનાદિથી બન્યો બનાવ્યો સહજ પ્રભુ છે. હું પ્રભુ છું તેવો વિકલ્પ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk