________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
XXII
સમ્યક્ શ્રદ્ધાના સ્વરૂપને જોવામાં આવે તો તેનું સ્વરૂપ નિર્વિકલ્પ છે. તે ધ્રુવ આસન ઉપર સવાર થયેલ હોવાથી પર્યાય નામની વસ્તુ શ્રદ્ધાના લોકમાં નથી; પર્યાય જ્ઞાનના લોકમાં હો તો હો ! શ્રદ્ધાના લોકમાં તો માત્ર શ્રદ્ધેય તત્ત્વનો જ વાસ છે. શ્રદ્ધા કહે છે કે પર્યાય નામની વસ્તુનો મને ખરેખર પરિચય જ નથી. કેમકે હું સર્વથા શુદ્ધ સ્વરૂપને સ્વીકારતી હોવાથી.. હું નિજભાવમાં સ્થાયીપણે પ્રતિષ્ઠા પામી છું. ખરેખર સામાન્ય પડખાનું જ મને દર્શન છે; સાચું પુછો તો મારામાં બીજું પડખું જ નથી. “ પ્રેમ ગલી અતિ સાંકડી તેમાં દૂજો ન કરે વાસ.
હું પણ શું કરું? મારો સ્વભાવ ભગવાન આત્માને સર્વથા શુદ્ધપણે જાણવાનોદેખવાનો-શ્રદ્ધવાનો જ છે. મને જે કાંઈ દેખાય છે તે ભાવો સર્વથાપણે-જે છે તે જ દેખાય છે. વસ્તુમાં જેટલું અપરિણામીપણું છે તેટલું જ મને ‘હું પણે ’ શ્રદ્ધાય છે. હું મને નિત્ય નિરાવ૨ણ પૂર્ણ શુદ્ધ જ જોઉં છું. હું નિષ્ક્રિય છું તેવું જ શ્રદ્ધાન ઉદિત થાય છે. ૫૨મ પારિણામિભાવ મારો છે તેમ પણ ખરેખર મને શ્રદ્ધાન થતું નથી. મારો સ્વર તો અખંડ પરમાત્મા છું' તેમ જ છે. હું અનાદિ અનંત આનંદમય છું તેમ શ્રદ્વાય છે. પરિણામ પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યની મારા સ્વભાવમાં નાસ્તિ છે તેવું શ્રદ્ધાન પણ મને ઉદિત થતું નથી. સંક્ષેપમાં કહું તો મારામાં માત્ર મારી જ અર્થાત્ ધ્રુવ સામાન્યની જ સ્વીકૃતિ સમાય છે. શ્રદ્ધા કહે છે હું શ્રદ્ધેય તત્ત્વને જોવા સમર્થ છું પરંતુ હું મને જોવામાં અસમર્થ છું. મારું સમ્યક્પણું મને જોવામાં પણ નથી તો પછી કચિત્ બીજા પડખાંને જોવું તે મારો ધર્મ કયાંથી હોય ?
શ્રદ્ધેય તત્ત્વ અનાદિ અનંત શાશ્વત હોવાથી તેને શ્રદ્ધનાર પોતાને પણ અનાદિ અનંત શાશ્વત સ્વીકારે છે. શ્રદ્ધાનો વિષય જે છે, જેટલો છે તેનો જ માત્ર સ્વીકાર છે. શ્રદ્ધાની માન્યતાગત્ અભિન્નતાની ખાસિયત એવી વર્તે છે કે-પોતાનો પરિચય ધ્રુવ દ્વારા જ આપે છે. તેને પર્યાયનો પરિચય જ નથી તો તે ભેદનો પરિચય કેવી રીતે આપે ? શ્રદ્ધા કહે છે-મારો ઉત્પાદ ‘ હું પણા ’થી શરૂ થાય છે. કેમકે મારું સર્વાર્પણ ધ્રુવમાં છે.. તેથી હું મને ધ્રુવપણે જ જોવું છું. “ આ આત્મા તે હું છું” તેટલો લાંબો પરિચય પણ શ્રદ્ધા આપતી નથી, તેવો લાંબો પરિચય તો જ્ઞાનનો છે. શ્રદ્ધાનો નિર્વિકલ્પ પરિચય ‘હું ’ બસ આટલો જ છે.
મિથ્યાત્વ અવસ્થામાં શ્રદ્ધા લોકાલોકથી માંડીને કોઈપણ ગુણભેદમાં કયાંક પણ ‘હું પણું ’ કરતી હતી. હવે સમ્યક્ થઈ તો સામાન્યતત્ત્વને ‘હું પણે ’ સ્વીકારીને તે ઢીમ થઈ ગઈ છે. સામાન્ય આત્મા મારો તેવો ભેદ શ્રદ્ધાને મંજૂર નથી.
જિનાગમમાં શ્રદ્ધા પોષક વાકયો વિરલ જોવા મળે છે. નવતત્ત્વોથી હું અત્યંત ભિન્ન છું. ગુણ પર્યાયથી સર્વથા વ્યતિરિક્ત છું. પરિણામમાત્રથી સર્વથા ભિન્ન છું. ચાર
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk