Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ સંકલિત...કલમે... શુદ્ધાત્મતત્ત્વના ઉપાસક, ઉપાદેય તત્ત્વના મર્મજ્ઞ એવા ગુણમૂર્તિ શ્રી કહાનગુરુદેવે આપણને શુદ્ધાત્મરસનું મકરંદ ન પીવડાવ્યું હોત તો જિનવાણીરૂપી સમુદ્રમાં નિરપેક્ષ શુદ્ધાત્માના વૈભવને કોણ જાણી શકત? હે ગુરુદેવ ! આપના અનંત ઉપકારોનું વર્ણન વાણી દ્વારા તો અકથ્ય જ છે. જૈનદર્શનમાં સર્વાધિક મહિમા અને યશોગાન ગવાયા હોય તો તે સમ્યગ્દર્શન અને તેનો વિષય ત્રિકાળી ધ્રુવભાવના ગવાયા છે. પૂ. ગુરુદેવશ્રીએ પણ વર્ષો સુધી શુદ્ધાત્માની મહિમાને પ્રકાશી છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી ? આ મુમુક્ષુ સમાજનો પ્રશ્ન છે. પર્યાયને અથવા પરિણામી દ્રવ્યને દૃષ્ટિનો વિષય માનવો તે જ સમ્યગ્દર્શનમાં બાધક છે. હેય, ય, ઉપાદેય તત્ત્વનું જ્ઞાન કરી પરમોપાદેય નિજઆત્મતત્ત્વમાં “હું પણું” થવું તે જ સમ્યગ્દર્શન છે. મોક્ષ આ કાળને વિષે દુર્લભ હો તો હો ! પ્રાપ્ત થાય કે ન થાવ! પરંતુ મુક્તિદૂત કહાનગુરુ દ્વારા જે મુક્ત સ્વભાવનું દાન મળ્યું છે તે જ મુક્તિ છે. તેમના દ્વારા પ્રભુતાનું જે આહવાનનું મળ્યું છે... તેના દ્વારા જે સ્પષ્ટીકરણ થયું છે તે જોતાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લભ નથી. હેકહાનલાલ! આપ પણ વારંવાર કહેતા કે આ શુદ્ધભાવ અધિકાર જો અંદરમાં ખોડાય ગયો તો હવે તેને સંસારમાં રખડવું હશે તો પણ રખડવા નહીં ઘે. આખી જિંદગી ધ્યેયના નિર્ણયમાં ચાલી જાય તો ભલે ચાલી જાય.... પરંતુ દ્રવ્ય પર્યાયનાં નિર્દયતાપૂર્વક ભાગલા સમજે. સત્ય સમજણ છે તે શુદ્ધાત્મમાં પ્રવેશ કરાવનાર આંગણું છે. અનુમાન છે તે શુકન છે અને સમ્યગ્દર્શન તે ચારિત્રને વરવાના શ્રીફળ છે અને મુક્તિ તે પરિણય છે. પૂ. ગુરુદેવશ્રી પણ શુદ્ધભાવ અધિકારની ૫૦ ગાથાની પ્રતિપાદનની જવાબદારી સીમંધરપ્રભુને સોંપતા હોય, સીમંધર પ્રભુને વિનંતી કરી અને ગાદી ઉપર બેસીને કહે કે તમારે જે કહેવું હોય તે કહેજો ! “આ સ્વદ્રવ્યનો અર્થ આજે પરમાત્મા કરશે.” અને ખરેખર નિજ પરમાત્મામાંથી જે અપૂર્વ ભાવો આવ્યા હોય, તે ગાથાની ઊંડપ કેવી હશે? - આચાર્ય સમતભદ્ર કહે છે-હે રાજન! મારો નમસ્કાર તારા કુદેવ નહીં ઝીલી શકે! તેમ અહીં સંતો કહે છે-મારો નમસ્કાર પરદ્રવ્ય નહીં ઝીલી શકે ! મારો નમસ્કાર તો આત્મા જ ઝીલી શકશે. અર્થાત્ આત્માનો નમસ્કાર આત્મા જ ઝીલી શકે છે. બીજી અપેક્ષાએ કહીએ તો જેટલી વીતરાગી પર્યાયો પ્રગટી છે તેને વ્યવહાર જિનપણે જાણીએ છીએ અને ધ્રુવ આત્માને નિશ્ચય જિનપણે જાણીએ છીએ. આપના મંગલમયી પ્રવચનોમાં ધ્રુવભાવ તો સદા ધ્રુવ અટારીને આંબતો, ધ્રુવતાના શિખરો સર કરતો ધ્રુવતાએ જ રહ્યો છે. આ પ્રવચનોમાં શુદ્ધાત્માની ઉછળતી રુચિના Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 348