Book Title: Shuddhantahtattva
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ છે. આ રીતે શુદ્ધભાવની મહિમાને મંડિત કરાવનારો અપૂર્વ ગ્રંથ છે. ૫) પર્યાયદેષ્ટિવાળાને એમ થાય છે કે-પરિણામને સર્વથા ભિન્ન કહેશો તો એકાંત થઈ જશે. જૈનદર્શન તો સર્વથા અનેકાન્તમય છે. તેથી વ્યવહારનો પક્ષપાતી સમ્યક્ એકાન્તમાં આવતો નથી. હવે દૃષ્ટિને મૂળમાંથી કેવી રીતે સમ્યક્ પ્રકારે ખિલવવી તેનું પ્રતિપાદન કરનાર આ શાસ્ત્ર છે. ૬) સંતો કહે છે–ભલે તારી પાસે દ્રવ્યદૃષ્ટિ નથી પરંતુ દૃષ્ટિનો વિષય દ્રવ્ય તો છે ને ? હવે તું જ્યારે દ્રવ્યની નિધિને જોઈશ તો તને પરિણામની અધિકતા ભાસશે જ નહીં. આમ પરિણામની મહિમાને ભસ્મીભૂત કરાવી શુદ્ઘજીવાસ્તિકાયમાં પદાર્પણ કરાવનાર આ ગ્રંથ છે. ૭) હું દ્રવ્યે શુદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું તે ઉછીનું લીધેલું જ્ઞાન છે. તારી માન્યતામાં હું શુદ્ધ છું તે કયાં આવ્યું છે ? જે એમ જાણે કે–હું શુદ્ધ જ છું, તેની પર્યાયમાં શુદ્ધતા જ હોય છે. શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી સભર આ માધ્યસ્થ રચના છે. ૮) હજુ પરિણામની નિરપેક્ષતા સુધી આવવું મુશ્કેલ થતું હોય ! તો પછી દ્રવ્યની નિરપેક્ષતામાં કયાંથી આવે ? હું અશુદ્ધ હતો અને શુદ્ઘ થયો તે બન્ને ભાવથી નિ૨પેક્ષ ભાવ–“હું વર્તમાનમાં શુદ્ધ છું”... તેવા રહસ્યને પદે પદે પ્રકાશનાર આ કૃતિ છે. પર્યાયથી સહિત દ્રવ્ય તે ધ્યેય તો નથી પરંતુ તે જ્ઞેય પણ નથી. દ્રવ્યલિંગી આ વાતનું રહસ્ય પામતો નથી. જેને પર્યાયથી રહિત શુદ્ધાત્મા ધ્યાનનું ધ્યેય થાય છે તેને જ નિર્મળ પર્યાયથી કથંચિત્ સહિત આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે. આમ અનુભવનો નિચોડ આ ગ્રંથમાં... વરસાવ્યો છે. પુસ્તક પ્રકાશનની મંગલ કાર્યવાહી: શ્રી નિયમસારજી શુદ્ધભાવ અધિકારના પ્રવચનો વિડિયો ઓડિયો કેસેટમાંથી અક્ષરસઃ ઉતારવામાં આવ્યા છે. કેસેટ ઉપરથી પ્રવચનો આત્માર્થી ડો. દેવેન્દ્રભાઈ દોશી (સુરેન્દ્રનગ૨ ) તેમજ આત્માર્થી હંસાબેન ઝવેરી (મુંબઈ ) દ્વારા લખવામાં આવ્યા છે. આ બન્ને કાર્યકર્તાઓને સંસ્થા દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. સંકલનકર્તા અને સંપાદનકર્તા પ્રત્યે આભારઃ કેસેટ ઉ૫૨થી લખાયેલા અક્ષરસઃ પ્રવચનોની પ્રવચનધારાને અખંડિત રહે અને સૂક્ષ્મ ભાવોનો પ્રવાહ યથાવત જળવાય રહે એ રીતે સંકલનનું દાયિત્ત્વ આત્માર્થી બા. બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ) દ્વારા થયેલ છે. તદ્ઉપરાંત આ પુસ્તકનું સંપાદન પણ તેઓશ્રી દ્વારા નિષ્પન થયેલ છે. લખાયેલા પ્રવચનોને પુનઃ તપાસવાનું તેમજ સમગ્ર પ્રુફ રીડિંગનું કાર્ય આત્માર્થી ચેતનભાઈ સી. મહેતા ( રાજકોટ ) દ્વારા પૂર્ણ થયેલ છે. માત્ર અઢીમાસના ટૂંક સમયમાં સમગ્ર પુસ્તક પ્રકાશનની કાર્યવાહી Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 348