Book Title: Shuddhantahtattva Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ અનંતકાળથી જીવે પર્યાયથી સહિત આત્મા છે તેમ તો સાંભળ્યું છે, પરિચય પણ કર્યો છે અને તેમને જ દેષ્ટિનો વિષય માની તેનું સેવન પણ કર્યું છે. અનાદિથી તેને એક એવું મિથ્યા શલ્ય થઈ ગયું છે કે આત્મા તો પરિણામથી સહિત જ હોય ને? જો પરિણામથી રહિત હોય તો એકાંત થઈ જશે !! સાંખ્યમત થઈ જશે !! તેમ કરી-કરીને તેણે વ્યવહારનો પક્ષ દ્રઢ કર્યો છે. અનાદિથી જાણવાના વિષયભૂત દ્રવ્યનું અવલંબન લીધું પરંતુ દેષ્ટિના વિષયભૂત તત્ત્વનું અવલંબન એક સમયમાત્ર પણ લીધું નથી. આ શુદ્ધભાવ અધિકારમાં અવલંબનભૂત વિષય શું? અને જાણવાનો વિષય શું તેનો ઊંચામાં ઊંચો વિભાગ બતાવ્યો છે. જીવથી જીવનું ભેદજ્ઞાન કરાવનારો આ સર્વોત્કૃષ્ટ અધિકાર સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી પરાકાષ્ટાએ કરી છે. કાં તો પરિણામને આત્મા માને છે અથવા પરિણામીને ધ્યેયરૂપ આત્મા માને છે; તે બન્ને ભૂલ છે. પરિણામ પરદ્રવ્ય પણે ભાસવા જોઈએ અને પરિણામી શેયપણે ભાસવું જોઈએ. જ્યારે ધ્યેય તો અનાદિ અનંત નિરંજન નિજ ધ્રુવ તત્ત્વ જ છે તેમ દૃષ્ટિમાં આવવું જોઈએ. પૂ. ‘ભાઈશ્રી’ લાલચંદભાઈની ૯૩મી જન્મ જયંતિ સુઅવસરે: દ્રવ્યદૃષ્ટિવંત દિવ્યમૂર્તિ દિનેશ ! આપની દિવ્યવાણી તો અજ્ઞજનોને અંજનાવટીરૂપ છે. આપના દિવ્ય વચનો મિથ્યા અંધકારને પ્રક્ષણ કરનારા અને શુદ્ધાત્માની ઉષાના ઓજસ પાથરનારા છે. ચૈતન્યના અક્ષુણ વિલાસમાં નિમગ્ન સાધકોની સાધનાની સંતુલિતતાના ઉરસ્પન્દનોની ઉર્મિલતાના અનાહત પ્રવાહરૂપ આ પ્રવચનો છે. આત્માર્પણતાની સંજ્ઞ સામાયિકની નિર્મલ આરસીના પ્રતિબિંબરૂપ “શુદ્ધ અંત:તત્ત્વ”ની આ અર્ચના છે. પુસ્તક પ્રકાશનના હેતુઓ: ૧) અનંતકાળથી જીવને સમ્યગ્દર્શન થયું નથી તેનું કારણ કયાંક ને કયાંક પર્યાયમાં અહુબુદ્ધિ છે. પરપદાર્થની અહબુદ્ધિ તો હજુ છૂટે પરંતુ પોતાના પરિણામની અહબુદ્ધિ છૂટવી મુશ્કેલ છે. આ શાસ્ત્ર પરિણામની સ્વામિન્વબુદ્ધિ છોડાવનાર છે. ૨) ત્રિકાળી દ્રવ્ય પર્યાયમાત્રથી ભિન્ન છે તે વાત તેણે કદી રુચિપૂર્વક સાંભળી નથી. તેથી તેની વ્યવહાર શ્રદ્ધા પણ ખોટી છે. વ્યવહાર શ્રદ્ધા કોને કહેવાય અને નિશ્ચયશ્રદ્ધા કોને કહેવાય તેનો સ્પષ્ટ ચિત્તાર આપતું આ પુસ્તક છે. ૩) શ્રી કુંદકુંદઆચાર્ય, અમૃતચંદ્રાચાર્યદવ, પદ્મપ્રભમલધારિદેવ અને કહાનગુરુ કહે છે કે-પર્યાયમાત્ર પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યથી પરિણામ અત્યંત ભિન્ન છે આ વાતને પુષ્ટ કરનારી આ રચના ભેદજ્ઞાન સભર છે. ૪) સંતો કહે છે અમોને એક શુદ્ધાત્મા જ સહજ પ્રાસ છે, બાકી બધું જ અપ્રાસ Please inform us of any errors on rajesh.shah@totalise.co.ukPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 348