________________
પ્રથમ વિનયવશ
[ ૨૩ ]
શો તરફથી “પરાભૂતિ” (ઘણી ઋદ્ધિ) થશે પણ “પરાભૂતિ ” (તિરસ્કાર) નહિ થાય. હું પણ એનું વચન ઉત્થાપીશ નહીં. અહીંયાં તો હું એને અલંકાર( દાગીના) તથા સુવસ વેષવડે શોભાવી શકતો નથી, પરંતુ સ્વસ્થાનકે ગયા પછી હું એના સંપૂર્ણ મને રથને પૂરા પાડીશ.” આવા વચનો સાંભળી ગાંગીલ ઋષિ ખેદ પામીને બોલવા લાગ્યા કે, “ધિક્કાર છે મને કે હું આજમદરિદ્રીની પેઠે સાસરે વળાવતી વખતે પણ આ મારી પુત્રીને વસ્ત્રવેષ સરખો પણ સમર્પણ કરી શકતા નથી.” આમ બોલતા બોલતા ઋષિવરના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી, એટલામાં પાસે રહેલા એક આમ્રવૃક્ષમાંથી નિર્મળ(સ્વચ્છ) રેશમી વસ્ત્ર અને અત્યુત્તમ આભૂષણોની પરંપરા આકાશમાંથી જાણે મેઘવૃષ્ટિ થતી હોય તેમ ચમત્કારિક રીતે પડવા લાગી. આ પ્રમાણે આભૂષણદિકની વૃષ્ટિ થવાથી તેમણે અત્યંત ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ખરેખર આ ઉત્કૃષ્ટ ભાગ્યશાળી કન્યાના ભાગ્યેાદયથી જ એની ભાગ્યદેવીએ આ વૃષ્ટિ કરી છે. ફળદાયક વૃક્ષ ફળ આપી શકે છે, મેઘ જળવૃષ્ટિ કરી શકે છે, પણ આશ્ચર્ય છે કે, આ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદથી વૃક્ષે પણ વસ્ત્રાલંકારની વૃષ્ટિ કરી, માટે ધન્ય છે એ કન્યાના ભાગ્યનેકહ્યું છે કે, “પુણ્યવંતના ભાગ્યોદયથી અસંભવિત પણ સંભવિત થઈ જાય છે. જેમ રામચંદ્રજીના પુણ્યોદયે સમુદ્રમાં પથ્થર પણ કરી શકતા હતા, તો વૃક્ષો વસ્ત્રાલંકાર આપી શકે એમાં શંકા જેવું શું છે?” ત્યાર પછી હર્ષિત થયેલા મહર્ષિને સાથે લઈને મૃગધ્વજ રાજા કમલમાલા સહિત ચિત્તને પ્રસન્ન કરનારા જિનપ્રાસાદ ભણી આવ્યું. ત્યાં અષભદેવસ્વામિને વિધિપૂર્વક વંદન કરીને સ્તવના કરવા લાગ્યું કે, “હે પ્રભુ! જેમ શિલામાં કોતરેલી મૂર્તિ તેમાં સ્થિર થઈને રહે છે, તેમ મારા હૃદયમાં પણ તમારું સ્વરૂપ સ્થિર થઈ રહ્યું છે, માટે હે ભગવદ્ ! તમારું પવિત્ર દર્શન મને ફરીને સત્વર થજે” એમ પ્રથમ તીર્થકરને વિનયપૂર્વક વંદન-સ્તવન કરીને કમલમાળા સહિત તે રાજા, દેવ પ્રાસાદની બહાર આવીને ગાંગીલ ઋષિને માર્ગ પૂછવા લાગ્યું. ત્યારે મહર્ષિ બોલ્યા કે, “તમારા નગરનો માર્ગ હું જાણતો નથી.” ત્યારે રાજાએ કહ્યું-“અમારા નગરનો માર્ગ પણ તમે જાણતા નથી તો તમે મારું નામ ક્યાંથી જાણ્યું ?” મહર્ષિ એ જવાબ આપે, “સાંભળો, એક દિવસ આ મારી નવયૌવના કન્યાને જોઈ હું વિચારતે હતો કે, આ મારી રૂપવતી કન્યાને યોગ્ય વર કેણ હશે? તેટલામાં આ આમ્રવૃક્ષ ઉપર બેઠેલા કેઈ યુકરાએ મને કહ્યું, કે, “ઋષિવર! એના વર માટે તું ફેગટ ચિંતા કરીશ નહીં, અતુવિજ રાજાના પુત્ર મૃગજ રાજાને આજે જ હું આ રાષભદેવના પ્રાસાદમાં લાવીશ. કલ૫વલ્લિને એગ્ય તો કલ્પવૃક્ષ જ હાય, તેમ આ કન્યાને યોગ્ય તે જ સર્વોત્કૃષ્ટ વર છે, માટે એની ચિંતા ન કર.” એમ કહીને તે શકરાજ તત્કાળ ઊડી ગયે, પછી થોડા જ સમયમાં આપ અહીં પધાર્યા. અનામત થાપણ તરીકે રાખેલી વસ્તુ જેમ પાછી અપાય તેમ મેં એના કહેવાથી જ આ કન્યા તમને આપી છે. આ સિવાય બીજી વધારે વાત હું જાણતો નથી. ” એમ બોલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org