Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 16
________________ In प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૨ ] સ્તવના કરવા જેટલી મારામાં શક્તિ નથી. તમારી ભક્તિ કરવાની અશક્તિને લીધે મારું ચિત્ત અસ્થિર બને છે, તથાપિ જેમ મચ્છર પિતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઊદ્યમ કરે છે, તેમ હું પણ યથાશક્તિ તમારી સ્તવના કરવાને પ્રવર્તમાન થાઉં છું. અગણિત સુખના આપનાર ! હે પ્રભુ! ગણિત સુખના આપનાર કલ્પવૃક્ષાદિની ઉપમાં તમને કેમ આપી શકાય ? તમે કઈ પર પ્રસન્ન પણ થતા નથી, તેમ કાંઈ આપતા પણ નથી, છતાં ય સર્વે તમારી સેવા કરે છે, અહ! તમારી રીતિ આશ્ચર્યકારક છે. તમે મમતારહિત છતાં પણ જગત્રય-રક્ષક છો, નિ:સંગી છતાં પણ જગત્મભુ છો, લોકોત્તર સ્વરૂપ છતાં રૂપરહિત છે, એવા હે પરમેશ્વર ! તમને નમસ્કાર હો.” મિષ્ટાન્નનાં જાણે ઓડકાર જ ન હોય ? એવી પ્રભુની ઉદાર સ્તુતિ દેવાલયની પાસે આવેલા આશ્રમમાં વસતા ગાંગીલ નામના મહર્ષિએ સાંભળી, પછી પહેલેથી જ જાણે કેઈએ સંકેત કરી રાખ્યું ન હોય ? તેમ શંકર વરૂપ, મોટી જટાવાળ, વૃક્ષની છાલને પહેરનાર અને મૃગચર્મ રાખનાર એવો તે ગાંગલ મહર્ષિ, તે દેવાલયમાં પ્રવેશી, શ્રી કાષભદેવસ્વામીની મૂર્તિને ભક્તિપૂર્વક અભિવંદન કરીને, નિર્મળજ્ઞાનયુક્ત હૃદયે તત્કાળ પોતે બનાવેલી ગદ્યાત્મક અને દોષરહિત ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા: “ ત્રણ જગતના એક જ અને અદ્વિતીય નાથ ! હે પ્રભુ! ત્રણે જગતને ઉપકાર કરવામાં સમર્થ તથા અનંતાતિશયની શેભાએ યુક્ત આપ જયવંતા વોં ! નાભિરાજાના વિપુલ કુળરૂપ કમળને પ્રકૃત્રિત કરવાને સૂર્ય સમાન તથા ત્રણે ભુવનના જીવને તવવા ગ્ય, શ્રી મરુદેવા માતાના કુક્ષીરૂપ મનહર સરોવરને શોભાવનાર, રાજહંસ એવા આ૫, જય પામે, ત્રણે જગતના ઘણા ભવ્ય જીવોના ચિત્તરૂપી ચક્રવાકને શોક રહિત કરવા સૂર્ય સમાન, સર્વ દેવોના ગર્વને સકળ પ્રકારે દૂર કરવાને સમર્થ એવી નિર્મળ, નિસીમ અને અદ્વિતીય મહિમારૂપ લક્ષમીના વિલાસ માટે સરેવર સરખા ! હે પ્રભુ! તમે જયવંતા વર્તો. સુંદર ભક્તિરસમાં લીન બની ગયેલા અને દેદીપ્યમાન તથા સેવનાથે સ્પર્ધાયુક્ત બની નમસ્કાર કરવામાં તત્પર એવા અમર(દેવતા) અને નર( મનુષ્યોના સમૂહના મરતકે રહેલા મુકુટના માણિકયની કાંતિરૂપ પાણુની લહેરોથી ઘેરાયેલા ચરણારવિંદવાળા હે પ્રભુ! જયવંતા વર્તો. સર્વ રાગ, દ્વેષ, મત્સર, કામ, ક્રોધાદિ દેષરૂપ મલને નાશ કરનાર અપાર સંસારરૂપ સમુદ્રમાં ડુબતા પ્રાણીઓને પંચમ ગતિ(મોક્ષ)રૂપ તીર પર પહોંચાડવાને જહાજ સમાન એવા હે પ્રભુ! તમે જયવંતા વર્તો. સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિરૂપી વધુના હે પ્રભુ! તમે સ્વામી છે; અજર, અમર, અચર (અચળ), અદર (ભયરહિત), અપર (જેથી વધારે બીજે પરોપકારી નહીં એવા), અપરંપર (સર્વોત્કૃષ્ટ) પરમેશ્વર, પરમ યોગીશ્વર, હે શ્રી યુગાદિ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ.” એ પ્રકારે મનોહર ગદ્યાત્મક વાણીવડે હર્ષભર જિનરાજની સ્તુતિ કરીને તે ગાંગીલા મહર્ષિ નિષ્કપટપણે મૃગધ્વજ રાજા પ્રત્યે બોલવા લાગ્યો, “ત્રતુધ્વજ રાજાના કુળમાં વિજા સમાન, હે મૃગધ્વજ રાજા ! તું ભલે આવ્યો. હે વત્સ! અકસ્માત્ તારા આગમનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 422