________________ પ્રથમ નિરાકાર ! [2] छाया कापि जगत्प्रिया दलततिर्दत्तेऽतलं मङ्गलं मञ्जयुद्रम एष निस्तुलफलस्फातेनिमित्तं परम् / મનોદરાવાળીપુ સન્મુક્યતા gઇઠયાસ કરવો ! રસાસ્ટર ! મસ્તવૈવ ધ્રુવમ્ | 2 | ખરેખર આ પિપટ કુવાના દેડકા સમાન મને ગણીને અન્યોક્તિ વડે મને જ કહે છે. આ આશ્ચર્યકારક હકીક્ત ઉપરથી ખરેખર આ પોપટ કેઈક જ્ઞાનીની પેઠે મહાવિલક્ષણ માલમ પડે છે. રાજા એમ વિચારે છે એટલામાં વળી ફરીને પોપટ બોલ્યો કે, ग्रामीणस्य जडाऽग्रिमस्य नितमा प्रामीणता कापि यः स्वं ग्रामं दिविषत्पुरीयति कुटीं मानी विमानीयति / स्वर्भक्ष्यीयति च स्वभक्ष्यमखिलं वेषं धुवेषीयति स्वं शक्रीयति चात्मनः परिजनं सर्वं सुपर्वीयति // 23 // મૂર્ખમાં સરદાર એવા ગામડિયા માણસોની કલપનાઓ પણ ગામડિયાપણુ જેવી જ હોય છે. કેમકે, તે પિતાના ગામડાને સ્વર્ગપુરી સમાન માને છે, પોતાની ઝુંપડીને વિને સરખી માને છે, પોતાના ઘેંસ રાબના ભજનને જ અમૃત માને છે, પોતાના ગામડિયા વસ્ત્રને દિવ્ય વસ્ત્ર સમાન માને છે, પિતાને જ ઇંદ્ર સમાન ગણે છે અને પિતાના પરિવારને જ સર્વસામાન્ય દેવ સમાન જુએ છે. આટલું જ માત્ર સાંભળીને રાજાએ વિચાર્યું કે, બોલવામાં વિચક્ષણ આ પિપટે ખરેખર મને ગામડિયા સમાન ગયે, અને તેથી એમ વિતર્ક થાય છે કે, મારી રાણીઓ કરતાં પણ અત્યંત સ્વરૂપવંતી સ્ત્રી એણે કયાંય પણ દેખી હોવી જોઈએ, આ પ્રમાણે તે પિતાના મનમાં વિચાર કરે છે, તેટલામાં અધૂરી વાત કઈને સંતોષી શકતી નથી, એમ ધારી આકાર અને વાણી બંનેથી મનોહર એ પિોપટ બોલવા લાગ્યો કે, “જ્યાં સુધી ગાંગીલેય ત્રાષિની કન્યાને તેં જેઈ નથી, ત્યાં સુધી જ આ પિતાની રાણએને, હે રાજા, તું ઉત્કૃષ્ટ માને છે. સર્વાંગસુંદર આખા જગતની શોભારૂપ, અને વિધાતાના સૃષ્ટિ-રચનાના પરિશ્રમના એક ફળરૂપ તે કન્યા છે. એ કન્યા જેણે જોઈ નથી, તેનું જીવિત પણ નિષ્ફળ છે, અને કદાચિત્ જોઈ હોય, પણ તેને જે આલિંગન ન કર્યું, તો નિરો કરી તેનું જીવિત પણ વ્યર્થ જ છે. જેમ ભ્રમર નવ–માલતીને દેખીને બીજા પુષ્પોની સુગંધીને છેડી દે છે, તેમ એ કન્યાને જે જુએ તે પુરુષ કાઈ પણ બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરે જ નહિ. એવી સૂર્યની પુત્રી જેવી એ કમલમાલા નામની કન્યાને જોવાની તેમ જ મેળવવાની જે તને ઇચ્છા હોય તે, હે રાજા, તું મારી પાછળ પાછળ આવ. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org