________________
[૮]
શ્રાવિધિવન !
આ ચાર ગુણેમાં પણ અનુક્રમથી પહેલાના ત્રણ ગુણ વિનાને પુરુષ હઠીલ, મૂર્ખ અને અન્યાયી હોય છે તેથી તે [ શ્રાવક ] ધર્મને યોગ્ય જ નથી, અને ચેથા ગુણ વિનાને માણસ તો ધર્મ અંગીકાર કરે ખરો, પણ [ જેમ ધૂર્તની મૈત્રી ] ગ્રથી લ (ગાંડા) બનેલા માણસનો સુવેષ [ સારાં વસ્ત્રો] અને વાનરના ગળામાં ખેતીની માળા જેમ વધારે વખત ટકી ન શકે તેમ તે ચેડા જ વખતમાં પાછા ધર્મભ્રષ્ટ થઈ જાય છે.
જેમ સારી સુધારેલી (લીસી ) ભીંત ઉપર ચિત્ર, દઢપીઠ ( મજબૂત પાયે ) ઉપર બાંધેલું ઘર, અને સારા ઘડેલા સોના વચ્ચે જડેલું માણેક ઘણે વખત ટકી શકે છે, તે દઢ ગુણયુક્ત પુરુષમાં જ સમ્યગ્દર્શનાદિ ધર્મ યાજિજડ સુધી ટકી શકે છે. એમ જણાવવાથી એ વાત સિદ્ધ જ થાય છે કે, પૂર્વોક્ત ચાર ગુણ યુક્ત જ પુરુષ શ્રાવક ધર્મ (સમ્યકત્વાદિ)ના અધિકારી ( ગ્યો છે. સમ્યગ્દર્શનાદિ શ્રાવક ધમ ચુલ્લકાદિ દશે દwતે દુર્લભ છતાં પણ ગુરુ વગેરેના યેગથી પામી શકાય છે, પણ તેને આ જીવન પર્યત નિર્વાહ તે શકરાજાએ જેમ પૂર્વ ભવમાં કર્યો હતો તેમ કરવો તે અત્યંત આવશ્યક હોવાથી તેમનું તમામ વૃત્તાંત અહીંયાં બતાવે છે. અહીં પહેલી ત્રણ ગાથાને અર્થ પૂરો થાય છે.
શુકરાજાની કથા ધાન્યની સંપદાના સ્થાનભૂત આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં પૂર્વ ક્ષિતિપ્રતિષ્ઠિત નામે પ્રસિદ્ધ નગર હતું. તે નગરમાં નિર્દયપણું તે ફક્ત તલવારમાં જ, કુશીલતા (વાંકાઈ) તે હળમાં જ, જડતા તે જળમાં જ, અને બંધન તે ફક્ત ફૂલની માળામાં જ ગણાતું; પરતુ લેકમાં તે એ કંઈ હતું જ નહીં. રૂપમાં કામદેવ સમાન અને શત્રુઓને માટે સાક્ષાત્ અગ્નિ સમાન તથા અનુક્રમે એકેક વધતી એવી રાજ્યલક્ષ્મી, ન્યાયલક્ષ્મી અને ધર્મલક્ષમી, એમ ત્રણ પ્રકારની લમી આપસમાં હરીફાઈ કરતી ન હોય તેમ પિતાની મેળે જ સ્વયંવરા બની જે રાજાને વરી છે એ તુવજ રાજાનો પ્રતાપી પુત્ર મૃગધ્વજ નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા.
એક વખત ક્રીડારસપૂર્ણ વસંતઋતુમાં તે રાજા પોતાની રાણીઓ સહિત કીડા કરવા ઉદ્યાનમાં ગયે. હાથણ સાથે જેમ હાથી કીડા કરે તેમ રાણીઓ સહ તે રાજો જળક્રીડા, પુષ્પક્રીડા વગેરે વિધવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યો હતો, તે ઉદ્યાનમાં પૃથવી પર ભૂમિરૂપ સ્ત્રીને ઓઢવાનું એક છત્ર જ હોય એવા સુંદર આકારવાળા એક આમ્રવૃક્ષને જોઈ તે સર્વ પ્રકારે વર્ણન કરવા યોગ્ય જાણીને વિદ્વાન એ તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વર્ણવવા લાગ્યા.–
* ત્રણ ગુણ–૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુમતિ, કે ન્યાય માર્ગમાં રતિ + દઢપ્રતિજ્ઞ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org