Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१४
અમૃતલાલભાઈનાં લગ્ન ૧૯૧૨માં શેઠ શ્રી દેવચંદ મૂળચંદ સુતરીયાની સુપુત્રી મૂળીબેન સાથે થયાં હતાં. તેમના આ પ્રસન્ન દાંપત્યથી તેમને ચાર સંતાન થયાં. ત્રણ પુત્રો. (૧) રસિકભાઈ (૨) ચંદ્રકાંતભાઈ (૩) અરુણભાઈ અને એક પુત્રી જ્યોત્નાબેન. તેમનું દાંપત્યજીવન ૬૨ વર્ષ રહ્યું. ધર્મપત્ની મૂળીબેનનું જામનગરમાં તા. ૨૪-૨-'૭૪ના રોજ અવસાન થયું ત્યારે તેમની પુણ્યસ્મૃતિમાં તેમણે જામનગરમાં “અન્નપૂર્ણા સમિતિ” સંસ્થા ઊભી કરી. સ્ત્રી એટલે અન્નપૂર્ણા. આ કલ્પનાને તેમણે આ સમિતિમાં સાકાર કરી અને રૂ. ૫૦,૦૦૦)નું દાન કર્યું. આ સમિતિએ રાહતના ભાવે અનાજ વગેરેનું ૧૫ માસ વિતરણ કર્યું અને મોંઘવારીમાં ભીંસાઈ રહેલાં સેંકડો કુટુંબોને રાહત પહોંચાડી. એ જ પ્રમાણે દોશી પરિવારે જામનગરમાં દોશી કાલિદાસ વીરજી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજની સ્થાપના માટે રૂ. ૨,૫૦,૦૦૦નું દાન આપ્યું. હવે ભારતીય વિદ્યા ભવનને રૂ. ૧૦ લાખનું દાન અને જમીન મળ્યાં એટલે તેમણે મહિલા કૉલેજની સ્થાપના કરી છે અને અમૃતલાલભાઈના શિક્ષણના ક્ષેત્રે મળેલા ઉમદા ફાળાને લક્ષમાં લઈને તેમનું નામ જોડીને “અમૃતલાલ કાલિદાસ દોશી મહિલા કોલેજ” નામ આપ્યું છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત દુકાળ, રેલ વગેરે કુદરતી આફતોના સમયે પણ તેમણે લાખો રૂપિયાનાં દાન કર્યા છે. આ સંસ્કારમૂર્તિ પાસેથી પ્રેરણા મેળવીને દોશી પરિવાર, દોશી ગ્રૂપ ઑફ કંપનીઝ અને દોશી ગ્રૂપ ઑફ ટૂટ્સ આ ત્રણેય તરફથી ધર્મ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, માનવતા અને રાષ્ટ્રને દાન મળતાં જ રહ્યાં છે.
સાહિત્ય સાધના જૈન સાહિત્યનું ઊંડું અધ્યયન એ જાણે એમની પૂર્વભવની અધૂરી રહેલી ઇચ્છા હતી. એ ઈચ્છા પૂર્તિના પ્રયત્નોમાંથી “જૈન સાહિત્ય વિકાસ મંડળ” નામની સંસ્થાનો જન્મ થયો છે. ૧૯૪૮માં અમૃતલાલભાઈએ પોતે આ સંસ્થાને જન્મ આપ્યો. આ તેમનું એકમેવ માનવસંતાન છે. તેનાં ઉછેર અને સંવર્ધન માટે તેમણે એક મમતાભર્યા પિતાથી પણ સવિશેષ કાળજી લીધી હતી.
સ્વાધ્યાય એ તેમનો હૃદય-ધબકાર હતો. તો સંશોધન એ તેમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org