Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 14
________________ १२ શીવચંદ અમૃતલાલ એન્ડ ક્હ્યું' બની. સમયાંતરે તેનું નામ બદલીને ‘અમૃતલાલ એન્ડ કું. લિ.' રાખ્યું. ૧૯૪૧માં તેમણે ધંધામાં હરણફાળ ભરી. પોતાના ધંધાની વધતી જવાબદારીઓમાં તેમણે પોતાના ભત્રીજા શ્રી જે. એચ. દોશીને સહભાગી બનાવ્યા, અને આ ‘કાકા-ભત્રીજા’ની જોડીએ પોતાના વિકસતા જતા વ્યવસાયને વિશ્વ-વ્યવસાયની ક્ષિતિજે મૂકી દીધો. ૧૯૫૪માં તેમણે ‘અમ૨ડાઈ કેમ લિમિટેડ' નામનું વિશાળ ઔદ્યોગિક સંકુલ ઊભું કર્યું. ડાય-સ્ટફ અને રંગ-રસાયણના ક્ષેત્રમાં આજ ‘અમર-ડાઈ-કેમ' પહેલી હરોળનું નામ બની ચૂક્યું છે. સામાજિક સિદ્ધિ ઔદ્યોગિક ક્ષેત્રના જેવી જ યશસ્વી અને ઝળહળતી સફળતા અને પ્રતિષ્ઠા તેમણે સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રોએ પણ પ્રાપ્ત કરી છે. માત્ર પૈસા રળવામાં જ તેમણે પોતાના જીવનની ઇતિશ્રી નહોતી માની, ધંધાના પ્રશ્નોમાં જ તે ગૂંથાયેલા નહોતા રહ્યા. જૈન ધર્મ અને જૈન સમાજના પ્રશ્નોમાં પણ એમણે સક્રિય રસ લીધો હતો. ૧૯૫૨માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી હતી. સમાજ અને રાષ્ટ્રમાં ત્યારે તેનું નિર્ણયાત્મક સ્થાન હતું. તેનો અવાજ આદેશાત્મક બની રહેતો હતો. આવી ગૌરવવંતી કૉન્ફરન્સના સુવર્ણજયંતી અધિવેશનનું અધ્યક્ષપદ તેમણે શોભાવ્યું હતું અને ચારેય ફિરકાઓની પ્રતિનિધિત્વવાળી સંસ્થા. 'ભારત જૈન મહામંડળ”ના ૧૯૬૬ના ૩૧મા અધિવેશનમાં તેમના અધ્યક્ષપદે ‘ભગવાન મહાવીર સ્વામીનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ” અખિલ વિશ્વ ધોરણે ઊજવવાનો ઐતિહાસિક ઠરાવ થયો હતો. ભારતભરનાં જૈન દેરાસરોની માર્ગદર્શક પ્રતિષ્ઠિત સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી''ના વરસો સુધી ટ્રસ્ટી રહ્યા હતા. આ પેઢીનું બંધારણ ઘડવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ બંધારણ તૈયાર કરવામાં તેમણે છ માસ સુધી ગંભીર અને ગહન પ્રયત્ન કર્યો હતો. આ અને આવી બીજી નાની મોટી સંસ્થાઓમાં તેમણે આપેલ સક્રિય સેવાઓમાં તેમના એક વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય થાય છે. કૉન્ફરન્સ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 712