Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૦
શ્રી કાલિદાસભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય. પરંતુ તેમનો સંસ્કાર વૈભવ ઘણો સમૃદ્ધ હતો. વિશાળ કુટુંબની જવાબદારી સફળતાથી ઉપાડતા સંસારના અનેક તડકા-છાંયડામાંથી તે પસાર થયેલા. જેવા કરુણાવંત હતા તેવા જ ઉદારચિત્ત હતા. અને અપકારી ઉપર પણ પ્રેમભાવે ઉપકાર કરતા હતા. પોતાનો અભ્યાસ ઝાઝો ન હતો પરંતુ ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ તેમને તે જમાનામાં સમજાયું હતું. અને પોતાના પનોતા પુત્રને આગ્રહ કરીને કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું.
પોતાનું કર્તવ્યનિષ્ઠ અને કર્મઠ જીવન, સહનશીલતા અને ધીરજ, સાદાઈ અને કરકસર, ઉમદા અને ઉચ્ચ ભાવનાઓ, સારા-માઠા પ્રસંગોમાં પણ સદાય હસતા રહેવાનો સ્વભાવ, અજાણ્યાઓ પ્રત્યે પણ નિઃસ્વાર્થ પ્રેમ, બીજાનું કંઈક ભલું કરી છૂટવાની તમન્ના, હૈયે સતત પરમાત્માનું સ્મરણ, પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા, ધર્મ પ્રત્યે અનુરાગ વગેરે સંસ્કાર અને ગુણોની અસર શ્રી અમૃતલાલભાઈના જીવનમાં બાલ્યવયથી જ પડી.
પિતાના જીવનના ઊંડા પ્રભાવના લીધે, ઊગતી જવાનીમાં જ તેઓશ્રી મોજ-શોખથી વિરક્ત બન્યા. સાદાઈને જીવનનો શણગાર માન્યો. કૉલેજમાં ભણતા હતા ત્યાં સુધી તેમને પિતાના પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં. પિતાની સમ્યફ કેળવણીથી તેમનું અંતર અને બાહ્ય વ્યક્તિત્વ સુંદર રીતે ખીલતું ગયું. પિતાના પ્રેમ અને વિશ્વાસને તેમણે પિતાની હયાતીમાં જ તપાવ્યા. એમ કહી શકાય કે જ્યોતમાંથી જ્યોત પ્રકટે તેમ એક ઉદાત્ત જીવનમાંથી બીજું તેવું જ ઉદાત્ત જીવન ઝગમગી ઊઠ્યું.
અભ્યાસ
મૅટ્રિક સુધીનો વ્યાવહારિક અભ્યાસ તેમણે જામનગરમાં કર્યો હતો અને બી. એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ જૂનાગઢમાં કર્યો. જે જમાનામાં કેળવણી પ્રત્યે લોકોને ઓછો રસ અને રુચિ હતાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરવો એ સાહસ ગણાતું તે જમાનામાં ૧૯૧૮માં તે બી. એ. થયા. સંસ્કૃત અને ફિલોસોફ-તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયો લઈ બી. એ.ની ડિગ્રી મેળવી હતી. અમૃતલાલભાઈ સફળ અને યશસ્વી જૈન પ્રાચીન સાહિત્ય સંશોધક બની શક્યા તેનાં બીજ તેમણે બી. એ. થવા માટે પસંદ કરેલા આ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org