Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રાદ્ધપ્રતિક્રમણ-પ્રબોધટીકા આ સઘળા પતે નહિ ત્યાં સુધી મારો જીવ આ ખોળિયું છોડશે નહિ, એ પતી ગયા પછી એક સમય વધારે થશે નહિ. આપની જેમ મને પુષ્કળ ચિંતા છે.”
આ પત્ર લખ્યા પછી સોળમા દિવસે જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. જીવનભર શ્રુતજ્ઞાનની જે ઉપાસના કરી હતી તેનું મધુર ફળ તેમના સમાધિમય મરણમાં જોઈ શકાય છે.
- શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા જે વિશિષ્ટ રીતે શ્રુતજ્ઞાનની ગંગા વહાવવી તેમણે શરૂ કરી છે તે શ્રુતજ્ઞાનની ગંગાનો પ્રવાહ દેવગુરુકૃપાએ સતત વહેતો રહે તથા ઉત્તરોત્તર વિશાળ થતો રહે એ જ પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના. વિક્રમ સંવત ૨૦૩૩
પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ફાગણ સુદિ ૧૦
ભુવનવિજયાંતેવાસી માડકા (જિલ્લા : બનાસકાંઠા)
મુનિ જંબૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org