Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 9
________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || શ્રી જૈન સાહિત્યવિકાસ મંડળના સ્થાપક શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી આજથી લગભગ ૨૦ વર્ષ પૂર્વે જામનગરમાં પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી તેમનો ઉત્તરોત્તર ગાઢ સંપર્ક મારે રહ્યો છે. અનેકવિધ શાસ્ત્રપ્રવૃત્તિઓમાં તેઓ મને પ્રેરક અથવા સહાયક રહ્યા છે. આ વર્ષો દરમ્યાન તેમના અનેક વિરલ અને વિશિષ્ટ ગુણોનો મને અનુભવ થયો છે. ધર્મપ્રેમી, શ્રદ્ધાળુ, ઉદાર અને શાસ્રભક્ત તો તેઓ હતા જ, તે ઉપરાંત મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ અત્યંત જ્ઞાનપિપાસુ હતા. જ્યાં જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં ત્યાંથી વિના સંકોચે અત્યંત નમ્રતાથી જ્ઞાન મેળવવા માટે તેઓ ખૂબ આતુર અને પ્રયત્નશીલ હતા. વિદ્વાનો અને જ્ઞાનગોષ્ઠી તેમને અત્યંત પ્રિય હતી. વિવિધ વિષયનાં શાસ્ત્રોમાં તેમને રસ તો હતો જ તેમાં પણ મંત્ર, યોગ, અને ધ્યાનના વિષયમાં તેમને ઘણો જ રસ હતો. એટલું જ નહિ પણ એ વિષયમાં અતિવિશાળ વાંચન કરીને શાસ્ત્રોના ગૂઢાર્થને ઉકેલવા તેઓ રાત-દિવસ ખૂબ પ્રયત્ન કરતા હતા. જે તેમની સાથે વાતચીતોમાં તથા પત્રવ્યવહારમાં અનેક વાર જોવા મળતું હતું. તેમની આ ઉત્કટ સાધનાનું ફળ તેમના પોતાના લખેલા ચિંતનાત્મક ગ્રંથોમાં તથા તેમણે તૈયાર કરાવેલા ગ્રંથોમાં અમુક અંશે જોવા મળે .છે.. યોગ તથા મંત્ર આદિ વિશેનું તેમનું ચિંતન, મનન અને સંશોધનકાર્ય એ ઐતિહાસિક વસ્તુ છે. એક ઉદ્યોગપતિના જીવનમાં આવી જ્ઞાનઝંખના અને સાધના જેવા મળે એ બહુ વિરલ ઘટના છે. છેલ્લી અવસ્થામાં શ્વાસ લેવામાં પણ જ્યારે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી ત્યારે પણ આ વિષયમાં તેમની કેટલી રુચિ અને તન્મયતા હતી તે તેમના પોતાના હાથે વિસ્તારથી લખેલા તા. ૨૨-૧૨‘૭૬ના મારા ઉપરના પત્રમાંના નીચેના લખાણથી પણ સમજી શકાય છે. “યોગશાસ્ત્ર, દ્વાદશા૨ નયચક્ર, સૂરિમંત્રકલ્પ સમુચ્ચય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 712