Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિષયોમાં જોઈ શકાય છે.
११
જવાબદારી અને સિદ્ધિનાં સોપાન
બી. એ. થઈને વૃદ્ધ પિતાનો બોજો હળવો કરવા ઝંખતા અમૃતલાલભાઈની ઇચ્છા ફળી નહિ, એ સૌભાગ્ય જોઈને ઉલ્લાસ અનુભવવા કાલિદાસભાઈ ત્યારે ન હતા. બી. એ.નો છેલ્લા વરસનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ તેમના પિતા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. પિતાના અવસાનથી મોટા કુટુંબના ભરણપોષણની જવાબદારીનો ભાર ઊગતી યુવાન ઉંમરમાં જ તેમના ઉપર આવી પડ્યો.
‘કર્મરેખા બલીયસી’—કર્મ રેખા બળવાન છે એમ સમજીને તેમણે આ પવિત્ર જવાબદારી ઉપાડી લીધી. ૧૯૧૮માં સ્નાતક બન્યા બાદ તુરત તે મુંબઈ આવ્યા અને પોતાની વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિના શેઠ શ્રી લધુભાઈ દામજી દોશીની ‘પેઈન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની'ની નોકરીમાં જોડાયા. વિજ્ઞાનના સ્નાતક ન હોવા છતાં રંગ અને રસાયણ ક્ષેત્રમાં અભ્યાસ અને કામ કરવાની સૂઝ, કામ પ્રત્યેની ચીવટ અને ચોકસાઈ, વફાદારી અને પ્રમાણિકતા, ચપળતા અને કઠોર પરિશ્રમ વગેરે તેમના ગુણોથી આકર્ષાઈને ‘બી. શિવચંદ જેઠાલાલ ફ' એ તેમને ભાગીદાર થવા સામેથી નિમંત્રણ આપ્યું, અને ૧૯૨૪માં ધંધામાં ભાગીદાર બન્યા. ૧૯૨૮માં વિદેશની એલ. હોલીડે એન્ડ ફાં.ની સોલ એજન્સી લીધી. ભારતમાં પ્રતિનિધિત્વ કરતી આ કંપનીના ડિરેક્ટરોને મળવા તેમણે ૧૯૩૪માં ઈંગ્લૅન્ડની સફર ખેડી. સાથોસાથ તેમણે ફ્રાંસ, હોલેન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ અને જર્મનીની પણ મુલાકાત લીધી.
વ્રતધારી શ્રાવકને છાજે તેવી રીતે તેમણે આ વિદેશની સફર ખેડી. ૧૯૩૪માં વિદેશની ધરતી પર જૈનત્વને ટકાવી રાખવાની કોઈ જ સાનુકૂળતા ન હતી. આથી અમૃતલાલભાઈ વિદેશના ચાર-છ માસના રોકાણ દરમિયાન માત્ર દૂધ અને ફળ પર જ રહ્યા. જેવા શુદ્ધ જૈન ભારતમાં હતા તેવા જ શુદ્ધ જૈન વિદેશમાં પણ રહ્યા.
વિદેશથી પાછા ફર્યા બાદ થોડા સમયમાં તેમણે બી. શીવચંદ જેઠાલાલ એન્ડ ફાં'નું કલેવર ધરમૂળથી બદલી નાખ્યું. આ કંપની પછી ‘બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org