Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશી જીવન ઝરમર - [શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સ્થાપક અને તેના પ્રાણ સમાન શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના જીવનકાળ દરમ્યાન જ આ પ્રકાશિત થતો ગ્રંથ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ ટીકા પ્રથમ ભાગ-સંપૂર્ણપણે છપાઈ ગયો હતો. પ્રસ્તાવના આદિ પણ છપાઈ ગયાં હતાં. પ્રકાશનવિધિ જ ખાસ બાકી રહી હતી. તે વિધિ થાય તે પૂર્વે જ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાથી તેઓશ્રી તરફ કૃતજ્ઞતા રૂપે જૈ. સા. વિ. મ. તરફથી તેમની જીવનઝરમર અહીં સંક્ષેપમાં રજૂ કરવામાં આવે છે.]. ઊંચા હિમાલયની શ્વેત ગિરિકંદરાઓ વચ્ચે આવેલા કોઈ સરોવરની કલ્પના કરો અને તેનાં નિર્મળ ઝીલમીલ થતાં પાણીના તરંગોમાં તરતાં બાલસૂર્ય[Rising Sun] નાં તેજકિરણો જુઓ. અંતરપટ પર તેનું જે વિચળ અને ભવ્ય દશ્ય અંકિત થાય તેના જેવું શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ હતું. સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી. સપ્રમાણ ઊંચી દેહયષ્ટિ, એકવડું શરીર, સ્ફટિક કે સંગેમરમરના આરસ જેવો સફેદ વાન, ઝગારા મારતું વિશાળ લલાટ, ઊંડાણને તાગતી ઝીણી પાણીદાર આંખો. વ્યક્તિ, વસ્તુ અને વિચારની ગંધને દૂરથી જ પારખી લેતાં એવાં પહોળાં નસકોરાં, પ્રભાવક લાંબા કાન અને મલપતા હોઠ, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરી ઉઘાડા માથે બેઠા હોય તો દૂરથી જોનારને પહેલી નજરે અમૃતલાલભાઈ કોઈ ઋષિ જણાય. ટટ્ટાર બેઠા હોય અને દુનિયાને વિસરી પોતાના સ્વાધ્યાયમાં લયલીન હોય અને તેમની સાથે વાતો કરતાં કે તેમના સાનિધ્યમાં મૌનપણે બેસતાં જાણે ગંગાસ્નાનનો આફ્લાદક રોમાંચ અનુભવાય. આ સંસ્કારનું સિંચન શ્રી અમૃતલાલનો જન્મ વિ. સં. ૧૯૫૦માં શરદપૂનમે થયો હતો. દિનાંક ૧૪મી ઓક્ટોબર ૧૮૯૪ દિવસ રવિવાર. પિતાનું નામ શ્રી કાલિદાસ વીરજી દોશી. માતાનું નામ સંતોકબાઈ. તેમનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં જામનગર પાસેનું મોડા ગામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 712