Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
१३
ભારત જૈન મહામંડળના અધિવેશનના અધ્યક્ષપદેથી આપેલા પ્રવચન, અમદાવાદ આચાર્ય મહારાજશ્રી અમૃતસૂરિની નિશ્રામાં યોજાયેલ કર્મગ્રંથ' પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ તથા તેવા સમયોચિત અન્ય પ્રવચનો આજ પણ એટલા જ મનનીય અને પ્રેરક છે. આ પ્રવચનો દર્શાવે છે કે અમૃતલાલભાઈ કુશળ વક્તા જ ન હતા. સુસ્પષ્ટપણે પોતાના મંતવ્યો રજૂ કરનારા, નિર્ભય તત્ત્વચિંતક પણ હતા.
વિવેકપૂર્ણ દાનપ્રવાહ અમૃતલાલભાઈના વ્યક્તિત્વનું આગવું તરી આવતું જીવનલક્ષણ છે. જાગ્રત વિવેક. વિવેકથી બોલતા, વિવેકથી વર્તતા, વિવેકથી બેસતા, વિવેકથી ઊઠતા. તેમના જીવનના દરેક સોપાનમાં વિવેકની પરિમલ મહેકે છે. આથી જ તેમણે નામના મોહ વિના વિશુદ્ધ લોક-કલ્યાણના હેતુ માટે જ દાન કર્યા.
૧૯૪૨માં તેમણે પોતાના પૂજય પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં પાલિતાણામાં તળેટી પાસેના આગમ મંદિરમાં “શ્રી સિદ્ધચક્ર ગણધરમંદિર”નું નિર્માણ કરાવ્યું. આ મંગળ પ્રસંગે બ્રહ્મચર્ય વ્રતને અંગીકાર કર્યું. પિતાનું યત્કિંચિત્ ઋણ ચૂકવવા રૂ. ૮૦ હજારની માતબર રકમનો ત્યારે સદ્વ્યય કર્યો. અમૃતલાલભાઈનું સમગ્ર જીવન જોતાં તેમનું આ મંદિરનું નવનિર્માણ ઘણું જ સૂચક જણાય છે. અમૃતલાલભાઈએ “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર બંધાવી પોતાની આતમભાવનાનાં મંગળ દર્શન કરાવ્યાં છે. સિદ્ધચક્ર એટલે યોગનું આલંબન અને ગણધર ભગવંતો એટલે શ્રુતજ્ઞાનના પ્રતીક અમૃતલાલભાઈના જીવનની છેલ્લી ચાળીસીમાં યોગ અને શ્રુતજ્ઞાનની જે ઉત્કટ સાધના જોવા મળે છે તેનું આ મંદિર કદાચ પ્રથમ પ્રકટીકરણ જણાય છે.
ઉચ્ચ કેળવણી પોતે લીધી હતી અને તે માટે પોતે વેઠેલાં દુઃખોમાંથી જીવનપાઠ શીખીને તેમણે જામનગરમાં “કાલિદાસ વીરજી દોશી ચેરીટીઝ ટ્રસ્ટની સ્થાપના કરી નબળા વર્ગનો પણ લાયક વિદ્યાર્થી પૈસાના અભાવે કેળવણીથી વંચિત ન રહે, તેવી સમસંવેદનામાંથી આ ટ્રસ્ટ અને બીજા ટ્રસ્ટોની સ્થાપના કરી હતી. અને આ દ્વારા જૈન તેમજ જૈનેતર કોઈ પણ ગરીબ વિદ્યાર્થીને સહાય અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org