Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજય સૌરભ
પ્રકરણ ૧ લું શત્રુંજયનું સ્વરૂ૫.
જંબુદ્વિપના ભરતક્ષેત્રના મધ્ય ભરતખંડ જે વર્તી માન કાળે હિંદુસ્તાન પણ કહેવાય છે. તેની અંદર આવેલા આર્યદેશ પૈી સોરઠ નામ દેશ, કે જેને હાલ કાઠિયાવાડ કહેવાય છે, તેમાં ગોહિલવાડ પ્રાન્તમાં આવેલા પાલીતાણા શહેરમાં શહેરની દક્ષિણ દિશામાં આપણું (જૈનોનું) મોટામાં મેટું સર્વોત્કૃષ્ટ પુન્ય પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય યાને શ્રી સિદ્ધાચળ મહાતીર્થ આવેલું છે. તેને આહંત ધર્મ પાળનારી કઈ પણ વ્યક્તિ આ તીર્થરાજને ભેટવા (સ્પર્શ કરવા) કદાચિત્ ભાગ્યવંત નીવડી ન હોય પરંતુ તે નામથી તે જૈન કે જૈનેતર કઈ પણ વ્યક્તિ અજ્ઞાન છે જ નહિ. આવા મશહુર તાર્થરાજનાં એકસો આઠ નામ છે, જે આ નામ દેવતા અને મુનિરાજોએ પાડેલાં છે. તે પિકી હાલમાં શ્રી શત્રુંજય અને શ્રી સિદ્ધાચલજી આ બે નામ તે જગવિખ્યાત છે.
દરેક ઉત્સર્પિણના છેલ્લા અને દરેક અવસર્પિણીના પહેલા આરામાં આ તીર્થરાજનું માન એંશી એજનના વિરતારમાં હોય છે. અને દરેક અવસર્પિણીના છેલ્લા તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org