________________
સ્વ. સંઘવી પદમશી કાનજીભાઈની જીવન ઝરમરે
એ સમયના ઝાલાવાડના પાટનગર ગણતા ધ્રાંગધ્રા શહેરમાં રહેતા સ્થાનકવાસી જૈન સમાજના અગ્રેસર તરીખે વિખ્યાત શેઠશ્રી કાનજીભાઈ દેવસીભાઈને ત્યાં તેમના ધર્મપત્ની શ્રી મેંદી બહેનની કુંખે તેમને જન્મ સંવત ૧૯૪૭ના આશો વદિ ૧૩ ને ગુરૂવાર તા-૨૯-૧૦-૧૮૯૧ માં થયો હતો. અને તેમનું નામ શ્રી પદમશીભાઈ રાખવામાં આવ્યું હતું.
બાલ્યાવસ્થાથી જ વિદ્યાભ્યાસમાં ખૂબજ તેજસ્વી હતા. વિદ્યાભ્યાસમાં આગળ વધવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં–તેમને પિતાશ્રીના ધંધામાં જોડાવું પડયું. અને પિતાશ્રીના કારભારમાં સંપૂર્ણપણે દાખલ થઈ ધંધામાં ખૂબજ કામયાબી હાંસલ કરી.
તેમનું પ્રથમ લગ્ન સંવત ૧૯૬૪માં વઢવાણ શહેરમાં થયું હતું, પરંતુ ટુંક સમયમાં જ તેમના ધર્મપત્નીનું અવસાન થયું. ત્યારબાદ તેઓશ્રીને ધંધાના વિકાસ અર્થે પરદેશ જવાની તીવ્ર ઈચ્છા થઈ પરંતુ તે વખતના વડીલે પોતાના પુત્રને પરદેશ મોકલવા તૈયાર ન હતા. પિતાશ્રીને સમજાવી પિતાશ્રીની રાજીખુશીથી પરવાનગી મેળવી ખૂબજ નાની ઉંમરે એ વખતના બ્રીટીશ ઈસ્ટ આફ્રીકામાં તેઓ નિરખી ગયા હતા.
પરદેશમાં ધંધામાં ખૂબ જ સારી નામના મેળવી. ત્યાં અચાનક પહેલું વિશ્વ યુદ્ધ થતાં પરદેશમાં વધુ સમય રોકાઈ જવું પડયું હતું. યુદ્ધ બંધ થયા પછી તેઓ સુખરૂપ સ્વદેશ આવ્યા હતા. ત્યાર બાદ પિતાશ્રીની પરદેશ જવાની પરવાનગી નહિં મલતાં તેઓ દેશમાં રહ્યા હતા.
સંવત ૧૯૭૭ ની સાલમાં વઢવાણ શહેરના રહીશ વેરા વેલસીભાઈ જગજીવનદાસની સુપુત્રી શ્રી કેવળી બહેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. અને તેમનાથી તેઓને પાંચ સુપુત્રે અને બે સુપુત્રીઓ થયાં, જે નીચે મુજબ હાલમાં સુખરૂપ છે. સુપુત્રો
સુપુત્રીઓ સંઘવી જયંતીલાલ પરમથી
ગુણીબહેન જી. દેશી સંઘવી જીવણલાલ પદમણી
જયાબહેન અ. સખીદાસ સંઘવી પ્રાણલાલ પદમશી સંઘવી હીરાલાલ પદમશી સંઘવી મનહરલાલ પદમશી
બધા સુપુત્રો-સુપુત્રીઓ પરિણિત અને ખુબજ સુખરૂપ છે. સ્વ. પદમશીભાઈ ખુબજ માયાળુ, સરળ, ઉદારઅને ધર્મચુસ્ત હતા. કુટુંબ અને સમાજ પ્રત્યે તેઓ ખૂબજ ઉદાર અને માયાળુ હતા. તે વખતના દેશી રજવાડામાં તેમનું ખૂબ જ માન હતું. ધ્રાંગધ્રાના રાજસાહેબે તેમને નગરશેઠને માન ભયે હો આપ્યા હતા.
સદ્દગત રોજ સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરતા હતા તેમજ કાયમ માટે ચૌવિહારને નિયમ હતું. તેઓનું પ્રતિક્રમણ એટલું બધું મનરમ્ય હતું કે જ્યારે તેઓ સમુહમાં પ્રતિક્રમણ મધુર કંઠે અને ભાવવાહી શૈલીથી કરાવતાં ત્યારે સાંભળનારા સૌ