Book Title: Savaso Gatha nu Hundi nu Stavan Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust SuratPage 16
________________ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. સા. વિરચિત સવાસો ગાથાના સીમંધરસ્વામિ ભગવાનના સ્તવનના અભ્યાસની આવશ્યકતા અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોએ આધ્યાત્મિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા પરમાત્માની મૂર્તિનું આલંબન અને પરમાત્માનાં આગમશાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. મહામહોપાધ્યાયજીએ પરમાત્માના શાસનને પામવા અને જૈનદર્શનનાં રહસ્યોને સમજવા માટે તૈયાયિક પરિભાષા યુક્ત સંસ્કૃત ભાષામાં અલૌકિક સાહિત્ય સર્જન સાથે ગુજરાતી ભાષામાં ચોવીસ પરમાત્માનાં સ્તવનો, ગુજરાતી પદ્યો તથા હૃદયની લાગણીને વ્યક્ત કરતાં શ્રી સીમંધરસ્વામીને વિનંતિ સ્વરૂપે સવાસો તેમજ સાડા ત્રણસો ગાથાનાં સ્તવનોની રચના કરી છે. ગાગરમાં સાગરની જેમ જૈન દર્શનના સ્યાદ્વાદ સિદ્ધાન્તને સારી રીતે બતાવીને સ્વભાવદશા પ્રાપ્ત કરવા વ્યવહારનયની અને નિશ્ચયનયની જરૂરિયાત સારી રીતે સમજાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. “મુક્તિથી અધિકી તુજ ભક્તિ મુજ મન વસી” આવી પંક્તિઓ દોહરાવીને પરમાત્માની ભક્તિ બહુ જ ઉપયોગી છે. દ્રવ્યક્રિયા ભાવવૃદ્ધિનું કારણ છે. આ વાત આ સ્તવનમાં અત્યન્ત સ્પષ્ટ કરેલ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાના હૃદયની વાતો પ્રગટ કરી લોકોને આત્મકલ્યાણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડેલ છે. અત્યારના અભ્યાસી જૈન વિદ્વાનોમાં મૂર્ધન્ય ગણાતા પંડિત શ્રી ધીરૂભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસક છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને પદર્શન સમુચ્ચય-વૈરાગ્યકલ્પલતા-ઉપદેશ રહસ્ય આદિ વિદુર્ભાગ્ય ગ્રન્થોનો સરળભાષામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 292