Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩ પ્રથમ ઢાળમાં દશ ગાથામાં કુગુરુ કોને કહેવાય ? તેનું સ્વરૂપ જણાવ્યું છે. બીજી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા ટુંકમાં પણ સચોટ ધર્મના સ્વરૂપને સમજાવ્યું છે. આત્મભાવમાં રમવું-રહેવું તે ધર્મ અને પરભાવમાં રમવું-રહેવું તે અધર્મ (મિથ્યાત્વ). નિશ્ચયનયને અનુસાર આ ધર્મ-અધર્મની વ્યાખ્યા સમજાવી છે. ત્રીજી ઢાળમાં પંદર ગાથા દ્વારા એ નિશ્ચયનયથી આ વાતને જ આગળ વધારતાં “આત્માનું અજ્ઞાન” એટલે જ સંસાર અને “આત્માનું જ્ઞાન એ જ મોક્ષ, આ સત્ય સમજાવવા શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર (સામાયિક)નું સ્વરૂપ સહજભાવે સમજાવ્યું છે. ચોથી ઢાળમાં પંદર ગાથા દ્વારા નિશ્ચયનયે આત્માને પરભાવનો અકર્તા સ્વીકારતાં ઉત્પન્ન થતા અનેકવિધ સંશયોનું નિવારણ કરવા સાથે નિશ્ચય દયા અને વ્યવહારદયા વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. પાંચમી ઢાળમાં બાર ગાથા દ્વારા કેવળ નિશ્ચયનયનો સ્વીકાર કરીએ તો જ્ઞાનમાર્ગનો આદર કરવા જતાં ક્રિયામાર્ગનો અનાદર થવાથી ક્રિયામાર્ગનો લોપ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી પ્રવૃત્તિમાં વ્યવહાર અને પરિણતિમાં નિશ્ચયનય રાખવો જરૂરી છે વગેરે સમજણ આપી છે. છઠ્ઠી ઢાળમાં પંદર ગાથા દ્વારા ક્રિયામાર્ગની સ્થાપના માટે વ્યવહાર નાનું અવલંબન જણાવતાં સાધુપણાને આશ્રયી શુદ્ધ-અશુદ્ધ વ્યવહારનું સ્વરૂપ વગેરે હકિકત વર્ણવી છે. સાતમી ઢાળમાં પાંચ ગાથા દ્વારા સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ બતાવી સાધુ, શ્રેષ્ઠ શ્રાવક અને સંવિજ્ઞપાક્ષિક, આ ત્રણને મોક્ષમાર્ગમાં જણાવ્યા. જ્યારે યતિલિંગે કદાગ્રહયુક્ત નિદ્વવાદિક, કુલિંગે તાપસાદિ અને અન્યદર્શની ગૃહસ્થ આ ત્રણને ભવ-સંસારના માર્ગે વર્તનારા છે વગેરે સત્ય સમજાવ્યું છે. આઠમી ઢાળમાં દશ ગાથા દ્વારા દયાના નામે, દયાના બહાના હેઠળ જેઓ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા આદિનો નિષેધ કરે છે તેને અનેક સરળ યુક્તિઓ દ્વારા સુંદર બોધ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org