________________
આમ પોતે અને અન્ય દરેક આત્મા સરખો છે. અને દરેકમાં અરિહંતપણું હોય છે.
વૈદિક દર્શનમાં પ્રમુખ ગ્રંથ ગીતા(૪-૭-૮)માં સ્પષ્ટ કહ્યું છે કે
"यदायदाहि धर्मस्य ग्लानिभवति भारतः । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् (७) परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । થર્મસંસ્થાપના સંભવામિ યુગે યુ . (૮)" - શ્રીમદ્ ભાગવદ્ગીતા; ગાથા ૪.૭ અને ૪.૮ (પાનું ૮૦, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર (ઉ.પ્ર.), ૧૩મું સંસ્કરણ, વર્ષ અજાણ)
યથાર્થ હે ભારત (અર્જુન) જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું મારા રૂપોને રમું છું, પ્રકટ કરું છું, હું જ સાધુપુરુષો (સજ્જનો)ના દુઃખોને દૂર કરવા અને દુષ્ટ કર્મ કરનારાઓનો નાશ કરવા અને ધર્મને પુનઃસ્થાપિત કરવા યુગ-યુગમાં
પ્રગટ થાઉં છું.
પરંતુ જૈનદર્શન ન તો દેવોને વરદાતાના રૂપમાં માને છે અને ન તો યુગપુરુષ અને અવતારી પુરુષમાં માને છે. તે તો કેવળ એ જ પુરુષોને માને છે જે રાગ અને દ્વેષથી રહિત હોય, ૧૮ પાપસ્થાનકથી રહિત હોય. સમ્યગૃષ્ટિ વ્યક્તિ દેવના વરદાન ઉપર ન માનતા પોતાની સાધનાના બળ ઉપર વિશ્વાસ મૂકે છે અને તેનાથી જ ખુદ વીતરાગ અને મુક્ત બને છે. અરિહંત વિતરાગ દેવ તો માત્ર પ્રેરક રૂપમાં જ સ્થાપિત હોય છે. જૈન ધર્મમાં દેવનાં (ભગવાનનાં) લક્ષણ નીચે પ્રમાણે છે.
"सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः यथास्थितार्थवादी च देवोडर्हन् परमेश्वरः ॥" - યોગશાસ્ત્ર; ગાથા ૨.૪ (પાનું ૨૧, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯)
જે સર્વજ્ઞ છે, રાગદ્વેષ આદિ આત્મિક વિકારોને જેણે પૂર્ણ સ્વરૂપે જીતી લીધા છે, જે ત્રણે લોકમાં પૂજ્ય હોય, અને યથાર્થ વસ્તુસ્વરૂપના ઉપદેશ આપનાર હોય, તે અરિહંત પરમેષ્ઠી જ સાચા દેવ છે. ૫૨
સમકિત