________________
ત્યાંથી પણ સમયને કાપતાં કાપતાં જ્યારે જીવ એક પુલ પરાવર્તન કાળ પર આવે છે ત્યારે તે ધર્મ યૌવન કાળમાં પ્રવેશ કરે છે. આ એક પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો મોક્ષ પ્રાપ્તિ માટે બાકી રહે છે ત્યારે તે “ચરમાવર્તી' કહેવાય છે. ચરમ એટલે છેલ્લો. આમ છેલા પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશ કરે છે. આની પહેલાના કાળને અચરમાવર્ત કાળ અથવા તો “ભવબાલ કાળ” તરીકે ઓળખાવ્યો છે.
અહીંથી આગળ વધતાં વધતાં જ્યારે અર્ધ પુગલ પરાવર્તન કાળ બાકી રહે છે ત્યારે જીવનો “પક્ષ” બદલાય છે. (પક્ષનો અર્થ જીવના ભાવ).
તે “કૃષ્ણપક્ષી” મટીને “શુક્લપક્ષી બને છે. કૃષ્ણપક્ષી-જેનો ઉત્કૃષ્ટ સંસારકાળ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધુ બાકી હોય. આ પક્ષમાં ભવ્ય અને અભિવ્ય બંને જીવો હોય છે. જ્યારે ભવ્ય જીવ એક વાર કૃષ્ણપક્ષને છોડીને શુક્લપક્ષી બને છે પછી પાછો તે કૃષ્ણપક્ષી થતો નથી.
શુક્લપક્ષી-જેનો ઉત્કૃષ્ટ સંસારકાળ અર્ધપુલ પરાવર્તન કાળ જ બાકી હોય છે. ભવ્ય જીવ જ શુક્લપક્ષી થઈ શકે છે. અભવ્ય જીવ કયારેય થતો નથી.
આમ શુક્લપક્ષી થયા પછી જઘન્ય (ઓછામાં ઓછા સમયમાં) અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ સમયમાં) દેશે ઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં (એટલે કે અર્ધપુલ પરાવર્તન કાળથી થોડુંક ઓછું) જીવ સમકિત અવશ્ય પ્રાપ્ત કરે છે.
આમ એકવાર સમકિત પામ્યા પછી જીવ “પરિત સંસાર” કહેવાય છે.
અને વધુમાં વધુ દેશે ઊણા અર્ધપુલ પરાવર્તન કાળમાં તે મોક્ષમાં જાય છે. જીવને શુક્લપશી થવું તે કાળની અપેક્ષા હોય છે. મિથ્યાત્વ કે સમ્યકત્વના હિસાબે નહીં. આમ ઉપર જણાવ્યું એ પ્રમાણે ભવ્ય જીવો મુક્તિપદ પામવા માટે એક પુદગલ પરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે તે ચરમાવર્તમાં પ્રવેશ્યો કહેવાય છે. અને જે ભવ્ય જીવનો સમય મુક્તિ પ્રાપ્ત કરવામાં એક પુલ પરાવર્તન કાળથી વધારે હોય છે તે હજી અચરમાવર્તમાં રહેલા કહેવાય છે. અભવ્ય જીવો અચરમાવર્તકાળમાં સંસારના ભાવોમાં ખૂબ આનંદ માણતા હોય છે ત્યારે તેમને ભવાભિનંદી કહેવાય છે.
૧૦૪
સમકિત