________________
ઘણાં લોકો પૂર્ણતાના ભ્રમમાં છે. તે પૈસા, પ્રતિષ્ઠા, સત્તા અને પદ આદિને પોતાની પૂર્ણતા સમજે છે. પરંતુ આ પૂર્ણતા આત્માની નથી. ભૌતિકતાથી સંબંધિત છે. પૈસા આજે છે, કાલ રહેશે નહી. તે પૈસાથી પ્રાપ્ત પ્રતિષ્ઠા, સત્તા અને પદ પણ પૈસા જતા સમાપ્ત થઈ જાય છે. આત્માની પૂર્ણતા હોત તો આત્માની સાથે રહેત. માટે આત્મ-સ્વરૂપનું, આત્માની પૂર્ણતાનું બોધ કરવાવાળું જો કોઈ છે તો તે છે સમ્યગ્દર્શન.
અધ્યાત્મ જાગરણના શ્રીગણેશ સમ્યગ્દર્શનથીઃ
આત્મસ્વરૂપની અજ્ઞાનતા અને મિથ્યાત્વના કારણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, આદિ અસંખ્ય વિકાર એવં વિકલ્પ અનાદિકાળથી મોહનિદ્રાગ્રસ્ત આત્માને પરેશાન કરે છે. માત્ર અંતર્મુહૂર્તમાં જ અસંખ્ય પરિણામ આત્મામાં ઊઠે છે અને લુપ્ત થાય છે. સતત તેના આવાગમનના કારણે આત્મા આકુળ-વ્યાકુળ રહે છે. પરંતુ સમ્યગ્દર્શનના પ્રગટ થવા પર આ વિકલ્પ અને વિકાર શાંત થવા લાગે છે. જેવી રીતે વરસાદ થવા પર ભૂમિની ગરમી શાંત થાય છે તેવી રીતે.
આ કષાયાદિ વિકલ્પો અને વિકારોના પણ અસંખ્ય પ્રકારો છે. બહારથી દેખાતો આ સંસાર તો ઘણો નાનો છે. તેની તુલનામાં અંદરનો સંસાર તો કંઇક ગણો મોટો છે. અધ્યાત્મ-પરાયણ મહાપુરૂષોએ આ વિકારો અને વિકલ્પોના આતંકથી બચવા માટે આધ્યાત્મિક જાગરણની આવશ્યકતા ઉપર ભાર મૂકયો છે. તેનાથી આ બધા વિકાર અને વિકલ્પો પલાયન થઈ જાય છે. જ્યાં સુધી સ્વનું જાગરણ થતું નથી ત્યાં સુધી આત્મા પરસ્વરૂપથી હટીને સ્વસ્વરૂપમાં આવતો નથી અને ત્યાં સુધી આ વિકલ્પો અને વિકારોથી મુક્તિ મેળવવી અસંભવ છે. આ સ્વનું જાગરણ જ આધ્યાત્મિક જાગરણ છે. આ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનથી જ આવું આધ્યાત્મિક જાગરણ શરૂ થાય છે. અને તે અજ્ઞાન એવં વિકારોના ભય અને આતંકને દૂર કરે છે. અનંતશક્તિના વિશ્વાસનું પ્રેરણાસ્રોત સમ્યગ્દર્શનઃ
સમ્યગ્દર્શન સ્વ અને પરના ભેદવજ્ઞાનને જાણી લેવાની એક કળા છે. આ કળાના ઉપયોગ અને પ્રયોગથી આત્મા સંસારના સમસ્ત બંધનોથી મુક્ત થઈ શકે છે. પછી તેના જીવનમાં દુઃખ અને કલેશનો અનુભવ થતો નથી. સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થવા પર આત્મામાં આ વિશ્વાસ દઢ થઈ જાય છે કે હું આત્મા છું. હું અજર-અમર છું. શાશ્વત છું. સર્વશક્તિમાન છું. હું ચેતન છું, જડ નથી, હું અવિનાશી છું, ક્ષણભંગુર નથી. આ જન્મમરણ મારાં નથી, આ તો શરીરનો ખેલ છે. શરીરના કારણે જ આ સબંધો બને છે. અને શરીરની સાથે જ સમાપ્ત થઈ જાય છે. મારા આત્મા સિવાય વસ્તુતઃ મારું કોઈ નથી. જેવો સિદ્ધ ભગવાનનો
સમકિત
૨૬૦