________________
મિથ્યાત્વ મોહનો ઉપશમ, સમકિત મોહનીયનો અભાવ, બાકીની મોહનીયની ૨૧ પ્રકૃતિનો પણ ઉદય હોય છે.
આમાં પહેલાથી ચોથા ગુણસ્થાનક જતા અને ચોથાથી પહેલામાં આવતા બન્ને જણ સ્પર્શી શકે છે. પરંતુ સ્પર્શવું જ જોઈએ તે નિયમ નથી.
આ બન્નેમાં ફરક એ હોય છે કે પહેલા ગુણસ્થાનકથી આવનારને જે મિથ્યાત્વરૂપ ધર્મ પ્રત્યે અરુચિ હતી તે દૂર થાય છે. અને ચોથા ગુણસ્થાનકથી નીચે આવનારને સમ્યક્ત્વ રૂપ ધર્મ પ્રત્યે જે રુચિ હતી તે દૂર થાય છે. આમ, પહેલામાં માત્ર અરુચિ દૂર થાય છે. રુચિ તો હતી જ નહીં અને બીજામાં રુચિ દૂર થાય છે; અરુચિ તો હતી જ નહીં. આમ આ ગુણસ્થાનકમાં રુચિ અને અરુચિ બન્ને ન હોવાથી મિશ્રૠષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. તેનું નામ અર્ધવિશુદ્ધ શ્રદ્ધા છે.
અહીં એક અગત્યની વાત એ કે જે અનાદિનો મિથ્યાત્વી જીવ પહેલે ગુણસ્થાનકથી સીધો ત્રીજે ગુણસ્થાનકે આવતો નથી. ભૂતકાળમાં જેણે સમકિતની સ્પર્શના કરી હોય તે જ જીવ ત્રીજા ગુણસ્થાનકે આવે છે.
આ ગુણસ્થાનક ઊર્ધ્વગામી છે અને સમકિતનો પાડોશી થઈ જાય છે. કારણ કે તેની સ્થિતિ પૂરી થ તાં તેને સમકિત થવાની પૂરેપૂરી તક છે.
૪) અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનકને મોક્ષમાર્ગની શરૂઆત પણ કહેવાય છે. આ ગુણસ્થાનકે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીય) એમ દર્શન સમકનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થવાવાળા તત્ત્વશ્રદ્ધારૂપ પરિણામે કરી જીવ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે. આમ સભ્યષ્ટિ પ્રાપ્ત કરવાથી પણ કોઈ પણ પ્રકારના વ્રત નિયમાદિ ધારણ કરી શકતો નથી. એટલે તેનું નામ ‘અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક’’ કહેવાય છે. આ ગુણસ્થાનકે બાહ્ય આચરણમાં કોઈ પરિવર્તન દેખાતું નથી છતાં પણ તે આત્માઓના અંતરંગમાં જમીન આસમાનનો ફરક પડ્યો હોય છે.
આપણે આગળનાં પ્રકરણોમાં જોયું અને જાણ્યું કે જ્યારે જીવાદિ નવ તત્ત્વને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છમાસી સુધીનું તપ જાણે, શ્રદ્ધા કરે, પ્રરૂપે પણ પાલન કરી શકે નહીં. તે આ ગુણસ્થાનકે હોય છે.
સુદેવ, સુગુરુ, સુધર્મ તથા સત્શાસ્ત્રોને યથાર્થપણે જાણે અને શ્રદ્ધા કરે.
સમકિત
૨૯૫