________________
અને જે ચર્ચાને અવરોધે છે. કદાચ વિરોધી આભાસ જણાય પરંતુ ડહાપણ, સમજણ અને જ્ઞાન પણ સાચી શ્રદ્ધાને મદદરૂપ થાય છે. વધારે ચર્ચા કોઈ દિવસ શ્રદ્ધા કે વિશ્વાસનું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા સમજણ કરતાં વધુ અગત્યની છે. તર્ક માન્યતાને વધુ મજબૂત કે બદલાવી પણ શકે અને તમારા સિદ્ધાંતને ખોટા પણ કરાવી શકે. જાતે અનુભવેલ અને જોયેલ વસ્તુ ખોટા ઠરાવવાનું મુશ્કેલ છે. તર્કશાસ્ત્ર વડે પુરવાર કર્યા બાદ પણ શ્રદ્ધા તમને ભગવાનના હુકમો માની અમલમાં મૂકવાનું બતાવે છે. દરેક વ્યક્તિએ પોતાની સમજણનું સ્તર અને શ્રદ્ધા વધારવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ગઈ કાલની માન્યતા આજનો તર્ક બની શકે અને આજની માન્યતા આવતીકાલની સમજણ બની શકે. આપણી સમજણ શક્તિની અવધિ આપણી શક્તિની બહાર હોવાથી, આપણે જે માન્યતા ગ્રહણ કરીએ કે ગ્રહણ કરી શકીએ તેના કરતાં સમજણશક્તિના વધુ સ્તર હોય છે. આ એક અનંત રમત છે. સોલોમન રાજાએ કહ્યું છે “મને લાગતું હતું કે હું પ્રભુના સર્વે હુકમો અનંત સમજી અને તેને ગ્રહણ કરી સમજી શકીશ, પરંતુ હું તો હજુ જ્યાં હતો ત્યાં જ છુ.”
૪. કોને શ્રદ્ધા હોઈ શકે?
દરેક વ્યક્તિ આમ તો કોઈ ને કોઈ શ્રદ્ધા સાથે જ જન્મે છે. બાળક હોય ત્યારે માતા પર પૂરી શ્રદ્ધા હોય કારણ માતા તેની બધી જરૂરિયાત સમજી શકે છે અને પૂરી પાડે છે. શ્રદ્ધા તો મનુષ્યનો કુદરતી ગુણ છે. શ્રદ્ધાળુ મનુષ્ય ભગવાનના હુકમો પૂરા ન સમજાય તો પણ માને છે. ૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેના કોઈ લક્ષણ છે?
શ્રદ્ધા તો માવજત, ઉછેર માંગે જેથી મનુષ્યની માન્યતાઓ ઉચ્ચ સ્તરે, આધ્યાત્મિકતામાં ઊડી શકે. શ્રદ્ધાના અનેક સ્તરમાંથી ઉપરછલ્લા સ્તર કોઈક્વાર પોતાની માન્યતાઓની વિરુદ્ધ પણ હોઈ શકે. ઘણીવાર મનુષ્યની શ્રદ્ધા તેનાં વાણી અને વર્તનથી વિરુદ્ધ પણ હોઈ શકે. એક જગ્યાએ ચોરની ભગવાન પરની શ્રદ્ધાનું વર્ણન આવે છે જે નીચે પ્રમાણે છેઃ એકવાર એક ચોર કોઈ અજાણી જગ્યાએ ચોરી કરવા ગયો અને ત્યાં એની જાનનો ખતરો ઊભો થયો. તે સમયે ચોરે પોતાના અંતર આત્માની સાક્ષીએ પોકાર કર્યો- “ભગવાન મને મદદ કર”. ચોરને પણ ભગવાન છે અને તેને મદદ કરશે તેવી શ્રદ્ધા તો છે પણ તેની સાથે ચોરી ન કરવી જોઈએ તેવો ભગવાનનો સિદ્ધાંત યાદ ન હતો. આવી હાલતમાં ભગવાન કેવી રીતે મદદ કરે? સમકિત
૩૬૫