________________
સ.૧ઃ આપનો ધર્મ આત્મામાં માને છે.
જઃ યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મની આત્મા વિષેની માન્યતા એકસરખી છે. તેઓના પ્રમાણે પ્રત્યેક આત્મા ભગવાનની સૂચના અનુસાર ઉત્પન્ન કરવામાં આવે છે. તેઓ ચુસ્તપણે માને છે ભલે પ્રત્યેક આત્મા ભગવાને બનાવ્યો પરંતુ તે ભગવાનનો ભાગ નથી અને ભગવાન સાથે ઐક્ય પણ ન સાધી શકે અને પોતે ભગવાન પણ ન બની શકે.
તેઓ એમ પણ માને છે કે મનુષ્ય, પ્રાણી, પક્ષી, વનસ્પતિ વગેરેના આત્મા જુદા જુદા તો જરૂર છે પરંતુ તેની સાથે મનુષ્ય અને બીજા બધાના આત્મામાં પણ ફરક છે. મનુષ્યોના આત્મામાં આધ્યાત્મિકતા છે અને સ્વતંત્ર છે, તેનામાં નિર્ણયશક્તિ પણ છે જ્યારે પ્રાણી, પક્ષી વગેરેની ઉત્પત્તિ મનુષ્યની સેવા માટે જ થઈ છે.
એશિયાના ધર્મો એટલે કે હિંદુ, જૈનની માન્યતા અનુસાર આત્મા અનંત છે, એની ઉત્પત્તિ પણ નથી કે નથી વિસર્જન, દરેક જીવિત પદાર્થના આત્મા સમાન છે. તેઓ એમ પણ માને છે કે હિંસા, હત્યા એ સૌથી મોટું પાપ છે, કારણ કે બધા જ આત્માઓ સમાન છે અને દરેકને જીવવાનો હક છે. આના પ્રતાપે તો શાકાહાર અને અહિંસાના સિદ્ધાંત તરફ પૂજ્યભાવ ઉદ્ભવ્યો છે.
બૌદ્ધ ફિલોસોફી થોડી જુદી છે. બૌદ્ધ ધર્મ અહિંસા અને કરુણા પર વધુ ભાર આપે છે, પરંતુ શાકાહાર પર એટલો ભાર નથી. બુદ્ધ ભગવાન પ્રમાણે આત્માના અનંત સ્વભાવને અનુમતિ નથી અને તેમાં સદાકાળ ફેરફાર થયા જ કરે છે. આ સિદ્ધાંતને ક્ષણિકવાદ કહેવાય છે.
સ..મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય?
જ.: યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામનો આ બાબતમાં એકમત છે. તેઓના હિસાબે જેણે આત્મા બનાવ્યો છે, તેને જ તેના વિષે નક્કી કરવાનો હક્ક પણ છે. મૃત્યુ બાદ શરીર અને આત્મા જુદા પડે છે અને આત્મા ન્યાયના દિવસ સુધી રાહ જુએ છે. ભગવાનના ન્યાય આપ્યા બાદ તેમનાં કર્મ પ્રમાણે ભગવાન જ નક્કી કરે છે કે તેમને સ્વર્ગમાં મોકલવા કે નરકમાં? તેમના મૃત શરીરને દફનાવવા પાછળનું કારણ પણ તે જ છે કે તેમનો આત્મા શરીર સાથે ન્યાય સાંભળવા ભગવાન સમક્ષ ઊભો રહે. ન્યાયના દિને મૃતક શરીરનું ઊભું થયું તેને “ઊગવું” કહે છે.
સમકિત
૩૬૯