________________ હું એક અવિનાશી આત્મા છું. આત્મા એક દ્રવ્ય છે. નિત્ય છે. ધ્રુવ છે.” “એક મોટું ચક્ર છે કે અંદરના ભાવ બહારના સંસારનો જન્મ કરાવે અને પછી તે બહારના સંસારમાં અંદર રહીને પાછા એવા જ નવા ભાવ ઉત્પન્ન કરે છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે.” “જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું, અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર પૂરી શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા રાખતાં રાખતાં પણ આત્મા જન્મ, જરા અને મરણથી રહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે.'' સખ્યદૃષ્ટિ તે એક કળા છે, આ કળા જેને પ્રાપ્ત થઈ ગઈ તે કોઈપણ સંપ્રદાય, પંથ, પરંપરા, દેશ કે વેષમાં હોય, તે સત્યને ઓળખી જશે, નિઃસંકોચ સ્વીકાર કરશે, અને જગતમાં, જળમાં કમળની જેમ નિર્લેપ, શાંત અને પ્રસન્ન જીવન જીવશે.” આત્મસાધનામાં યુદ્ધ દેહની સાથે નહીં, ઈન્દ્રિયોની સાથે નહીં પણ વિકારોની સાથે કરવાનું