________________
૨.૭ ઉપસંડાર
આ મહાનિબંધમાં જુદા જુદા ધર્મો અનુસાર “ભગવાન” “આત્મા” “દેવી હસ્તક્ષેપ” “જીવન” શરીર' વગેરે વિષયોને લગતી ચર્ચા કરવામાં આવી છે. અને તે મુજબ કારણો હોવા છતાં મોટાભાગના ધર્મો નીચે જણાવેલ મુદ્દાઓને માન્યતા આપે છે.
દરેક ધર્મના મતભેદ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે અહીં ફક્ત પાંચ ધર્મોના વિદ્વાનો માટે મેં સાત પ્રશ્નો તૈયાર કર્યા હતા. તેઓએ મને જે જવાબો આપ્યા તે મેં અહીંયા નોંધ્યા છે. આ ધર્મોની સમાનતા અને સૂક્ષ્મ ફરક ગ્રહણ કરવા આપણે વિગતવાર જવાબો અથવા માહિતી સરખાવીએ અને ત્યારબાદ તેના આધારે ઉપસંહાર કરીએ.
સૌ પ્રથમ ધર્મોને તેમની ઉત્પત્તિ અને સિદ્ધાંત પ્રમાણે વિભાગીએ.
દુનિયાના ત્રણ મુખ્ય ધર્મોઃ યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ. ત્રણેની મધ્યપૂર્વ દેશમાંથી ઉત્પત્તિ, ત્રણે ઈબ્રાહીમી ધર્મો અને ત્રણે એકેશ્વરવાદમાં માનવાવાળા. આ સૌથી ઉચ્ચ દેવતા જેણે પૃથ્વી પર મનુષ્યમાં તેમનો સંદેશો ફેલાવવા દેવદૂત એટલે પયગંબર (મોઝીઝ અને મહમ્મદ (PBUH)) અથવા પોતાના ખુદના પુત્ર જિસસ ક્રાઈસ્ટને મોકલ્યા.
આ ત્રણે ઈબ્રાહીમી ધર્મો, થોરાહ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) નામના ધાર્મિક ગ્રંથમાં માને છે. તેમાં જણાવેલ મુખ્ય સિદ્ધાંતો અને ધર્મ પાછળની ફિલસૂફી અનુસાર આ ત્રણે ધર્મોની સમાન માન્યતા છે, માટે તેમનામાં ઘણું સામ્ય પણ છે. આ સામ્ય એટલે સુધી કે ક્રિયા, ઈતિહાસ, પૌરાણિક કથા, ભૂગોળ વગેરે પણ તેમાં આવી જાય.
આ ત્રણે ધર્મો કરતા જુદા-જૈન, હિંદુ અને બૌદ્ધ તે ભારતમાં જ ઉત્પન્ન થયેલા હતા. તેઓની માન્યતા ઈબ્રાહીમી ધર્મો કરતા ઘણી જુદી પડે છે.
હિંદુ ધર્મ પ્રમાણે એક કરતા વધુ ભગવાન છે. બૌદ્ધ ધર્મ જો કે બુદ્ધ ભગવાનને સૌથી ઉચ્ચ સ્થાન આપે છે. જ્યારે જૈન ધર્મના પ્રણેતા તિર્થંકર ભગવંતો છે. આ ધર્મો પ્રત્યેક આત્મા મોક્ષગામી થઈ શકે છે એવું માને છે.
હવે આ ધર્મોના વિધાનોના જવાબો સરખાવીએ
૩૬૮
સમકિત