Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 381
________________ સાચા શ્રદ્ધાળુ માટેનો ભગવાન અને તેમના સિદ્ધાંતો બન્ને ઉપર શ્રદ્ધા રાખવી એ ખૂબ જ જરૂરી છે. આ દાખલો એ પૂરવાર કરે છે. કે બહારથી ધાર્મિક દેખાતો માણસ અંદરથી સિદ્ધાંતો પાળતો ન પણ હોય. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. યહુદી ધર્મ અનુસાર ધર્મના સિદ્ધાંતો અનુસાર જીવન જીવવું જોઈએ. બે જાતની ધાર્મિક ક્રિયાઓ છે-એક મનુષ્ય અને ભગવાન (સૃષ્ટિ) વચ્ચેની અને મનુષ્ય અને મનુષ્ય વચ્ચેની. ભગવાન સાથે સંબંધ બાંધતા પહેલાં મનુષ્ય મનુષ્ય સાથે સંબંધ સુધારતા શીખવું જોઈએ. શા માટે? તો આપણે ક્રિયાની દુનિયામાં રહીએ છીએ-જીવીએ છીએ. એક મનુષ્ય બીજા જરૂરિયાતવાળા મનુષ્યને સહાય કરશે એમ નક્કી કરે પરંતુ અમલમાં ન મૂકે તો? ગરીબ માણસ મરણને શરણ પણ થઈ જાય. કંઈક મેળવવા કાર્યની જરૂર છે પરંતુ ફક્ત વિચારો અને પ્રાર્થના કાર્ય ન ગણાય. યહુદી ધર્મ અનુસાર અજ્ઞાની કરતાં જ્ઞાની જો તેના સત્કાર્યના જ્ઞાન, સિદ્ધાંત, વગેરે જાણવા છતાં અમલમાં ન મૂકે અને વિપરીત વર્તે તો વધુ ખરાબ ગણાય. આને લીધે ધર્મનું નામ વગોવાય. એટલે જે વ્યક્તિ સિદ્ધાંતોનું પાલન બરાબર કરે છે તે વ્યક્તિ ઘણી ઊંચી ધાર્મિક કહેવાય. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? ભગવાને બધા મનુષ્યને ખાસ કાર્ય સોંપી આ દુનિયા પર મોકલ્યા છે. જો દરકે મનુષ્ય તેનું કાર્ય બરાબર કરે તો દુનિયામાં સુમેળ વધે અને બધાનું જીવન સુંદર જાય. આપણાં જુદાં જુદાં કાર્યો છે. બધાં અંગોનો સુમેળ હોય તો જ શરીર સારું ચાલે, તે જ પ્રમાણે સૃષ્ટિમાં પ્રત્યેક સર્જનનું પણ કંઈને કંઈક કાર્ય છે. જો આપણે ભગવાને સોંપેલ કાર્યના અંત તરફ આગળ વધીએ, આ સૃષ્ટિને વધુ આધ્યાત્મિક અને ઉચ્ચ બનાવીએ જેનાથી ભગવાનની હાજરી આ ભૌતિક દુનિયામાં આપણી વચ્ચે અનુભવી શકીએ. ૩૬૬ સમકિત

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388