Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 379
________________ ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? આત્મા અથવા જીવતત્વ ભગવાનમાંથી આવે છે. અને તેને દેવી તત્ત્વ પણ કહેવાય છે. જો આપણે શરીરને મીણબત્તીની ઉપમા આપીએ તો જીવતત્ત્વ એ જ્યોત છે. જે કાયમ તેના મૂળ તત્વ (જીવતત્ત્વ) તરફ જવા હાલ્યા કરે છે. જીવંત અને મૃત શરીર વચ્ચે તફાવત એટલે આત્માની હાજરી અને ગેરહાજરી. જ્યારે શરીર મૃત બની જાય ત્યારે આત્મા ઉચ્ચ પવિત્ર સ્તર પર જવા નીકળી જાય છે અને શરીર પડયું રહે છે અને સડીને પાછું તેના ભૌતિક મૂળ ધરતી તરફ ભળી જાય છે. આ જ આપણા આત્માની હયાતીનો પુરાવો આપે છે જે જીવંત અને મૃત શરીર વચ્ચેનો ફરક છે. આત્માની હાજરીની જાણ આપણને નથી સમજાતી કારણ ભગવાને આપણને સારું નરસું પારખવાની, સમજવાની અને તે પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપી છે. જો આમ ન હોત તો દરેક આત્મા પોતપોતાના વિચારપૂર્વક વર્તતો ન હોત. અને આપણે જડની જેમ જ વર્તતા હોત, અને જીવન વ્યતીત કરતા હોત. જ્યારે આત્મા શારીરિક હદ પાર કરે ત્યારે તે મૂળ તત્ત્વ તરફ જાય છે. તેનું ધ્યેય ઉચ્ચ આધ્યાત્મિક તરફ આગળ વધવાનું જ હોય છે. મૂળ તત્ત્વ પાસે પહોંચ્યા બાદ તેના આગલા ભવનો આત્મા અને જીવન (વિચારો, વાચા, કાર્યો)નું અવલોકન કરી છટણી કરવામાં આવે છે. સારો આત્મા નંદનવનના અનેક સ્તરો વટાવી ઉચ્ચ સ્તરે પ્રસ્થાન કરે છે. ડાઘી આત્મા શુદ્ધ બન્યા પછી જ ઉચ્ચ સ્તરે પહોંચી શકે. યહુદી ધર્મની માન્યતા પ્રમાણે નંદનવનની એકાદ ક્ષણનો પણ અનુભવ લેવા માટે આ દુન્યવી સમયના ઓછામાં ઓછા ૭૦ વર્ષના દુઃખનો અનુભવ લેવો પડે તો પણ મંજૂર છે. નરક તો આત્મા માટે સુધરવાનું સ્થાન ગણાય છે. અતિશય ખરાબ અને અપ્રમાણિક આત્મા નરકના ખાડામાં જાય છે. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? જે લોકો પોતે વિચારશીલ નથી હોતા તેમને માટે તો શ્રદ્ધા એક પ્રતિયુક્તિ જ ગણાય છે. સોલોમન રાજાએ કહ્યું છે-મૂર્ખ બધું “એમ ને એમ માની લે છે, જ્યારે ડાહ્યો “સમજીને માને છે. જો કે શ્રદ્ધા તો સહજ માન્યતા એવી છે, જે સત્યની આધ્યાત્મિક અનુભૂતિ કરાવનાર ૩૬૪ સમકિત

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388