________________
૨.૬ યહુદી ધર્મ
(યહુદી ધર્મ) સ્વધર્મી સાક્ષર પ્રચારક રબાઈ જોસેફ વાઈઝ સાથે મુલાકાત
૧. આપનો ધર્મ આત્મામાં માને છે?
જો હા....તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો?
આ જગતમાં સર્વે સર્જિત વસ્તુઓમાં દેવી જીવનશક્તિ છે. મનુષ્યમાં આ શક્તિને આત્મા કહ્યો છે.
અમારી માન્યતા પ્રમાણે ભગવાને આડમ નામના મનુષ્યનું શરીર ધરતીમાંથી બનાવી અંદર આત્મ તત્વ મૂકયું જેનાથી તે શરીરને જીવન મળ્યું.
“આડમ” નામનો શબ્દ હીબ્રૂ ભાષામાંથી આવેલ છે. જેનો અર્થ “ધરતી” થાય છે. દરેક વસ્તુ જે નાનામાં નાના જીવથી માંડી મોટામાં મોટા સુધી ભગવાનના આપેલા જીવતત્ત્વ હિસાબે જ જીવી શકે છે. આ ચાર વસ્તુઓ- પૃથ્વીકાય, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય દરેકને જેટલી શક્તિ જીવવા માટે જોઈએ અને પોતાનું કાર્ય પૂરું કરી શકે એ પ્રમાણે જ ભગવાન આપે છે. મનુષ્યને ફક્ત મગજ આપી પોતાની સ્વતંત્ર વિચારધારા કરી શકે તેવું આપ્યું છે. તેમની વિચારધારાથી ભગવાને આપેલ જિંદગી શુભકાર્યોમાં વાપરે, કે પોતાની જિંદગી સ્વાર્થ માટે વાપરે તે દરેક જણ નક્કી કરે. શુભમાંથી અશુભમાં જાય તેને પાપ કહેવાય છે.
હિબ્રૂનો શબ્દ “અવૈરા” એટલે કે પાપ તરીકે ગણાય છે, (સારાથી ખરાબ તરફ જવું) તેનો અર્થ “ઓળંગવું”. મોટાભાગના આત્માઓ નવા નથી હોતા. જ્યારે આત્માનું કાર્ય પૂર્ણ ન થયું હોય ત્યારે તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. જે ભાગે તેનું કાર્ય પૂર્ણ કર્યું હોય તેને આગળ મોકલવામાં આવે છે અને જે ભાગે તેનું કાર્ય પૂર્ણ ન કર્યું હોય તેને નવા શરીરમાં સ્થાપવામાં આવે છે. નવસ્થાપિત આત્મા (spark)ને નવા શરીરમાં ગયા બાદ જૂના શરીરનું કઈ જ-સારું કે ખરાબ કાર્ય-યાદ રહેતું નથી. અને નવેસરથી જિંદગી જીવવી પડે. આ પરંપરા (જન્મમરણની) જ્યાં સુધી તેનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ જ રહે છે. અને માત્ર ભગવાનને જ ખબર પડે છે કે ક્યારે કાર્ય પૂર્ણ થશે.
સમકિત
૩૬૩