Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 385
________________ હિંદુ અને જૈન, બંને ધર્મો કર્મના સિદ્ધાંતમાં માને છે. જેનો પ્રમાણે આત્માની ચાર ગતિઓ છે-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. આમ પુનર્જનમ સિદ્ધાંત હિંદુ, બૌદ્ધ અને જૈનોમાં સમાન છે. હિંદુ અને જૈનધર્મ અનુસાર એકવાર આત્માએ શરીરનો ત્યાગ કર્યો એટલે એ પછી એના એ શરીરમાં ન જ આવે. તે તેના કર્મો પ્રમાણે નવતર શરીરમાં જ સ્થાન પામે. શરીર નકામું થઈ સડી જાય તેના કરતાં તેને તે બાળવાનું પસંદ કરે છે. બૌદ્ધ બધી હયાતિને તાત્કલિક જ માને છે. તેઓના પ્રમાણે જન્મમરણના ફેરા ચાલુ જ રહે છે જેને તેઓ શિક્ષા જ માને છે. સ.૩ઃ સાચો શ્રદ્ધાળુ કોણ છે તે કેમ ઓળખાય? જઃ શ્રદ્ધા હોવી અને વિશ્વાસ હોવો એ બધા ધર્મોનો મુખ્ય સિદ્ધાંત છે, અને શ્રદ્ધા બહુ જ જરૂરી પણ છે. ધર્મોના સિદ્ધાંતો સમજવા મનુષ્યની બુદ્ધિ ઘણી તેજ હોવી જોઈએ. અને જેની બુદ્ધિ બહુ તેજ ન હોય તેનું શ્રદ્ધાથી જ ધર્મનું આચરણ હોવું જોઈએ. ઘણા મનુષ્યની બુદ્ધિ એટલી તેજ હોય છે કે તેમના તર્કબદ્ધ સિદ્ધાંતો સમજવા બીજા ઘણા માટે અતિ મુશ્કેલ પણ બની જાય છે, જેના કારણે ખોટો વિખવાદ પણ ઊભો થાય છે. બધા ધર્મો પ્રમાણે પોતાને પોતાના ભગવાનમાં (સર્જનહારમાં) પયગંબરમાં અને તેઓના ઉપદેશમાં શ્રદ્ધા હોવી બહુ જ જરૂરી છે. પાયાની વસ્તુ છે. તમારી માન્યતા, અને શ્રદ્ધા ઉપર તો તમે ભગવાનની કેટલા નજીક છો તે નક્કી થાય છે. તેના રોજિંદા જીવન વ્યવહાર અને જીવન જીવવાની રીતભાત પરથી પણ તમે ભગવાનથી કેટલા નજીક છો તે નક્કી થાય છે. કાર્યો પ્રમાણે પણ મનુષ્યની શ્રદ્ધા માપી શકાય પણ ભાવની ખબર પડતી નથી. ઘણા ધર્મમાં આસ્થા અને કાર્યને સમાન ગણ્યા છે. અમુક હદ સુધી લગભગ બધા ધર્મોમાં મોટા ભાગનો બોધપાઠ સમાન હોવાથી બધા ધર્મોને સમાન માની રાખી શકાય અથવા બધા ધર્મોમાં આસ્થા રાખી શકાય. જેમ કે-ચોરી, જૂઠ, હિંસા, લોભિયાપણુંને બધા જ ધર્મો પાપ ગણે છે. ૩૭૦ સમકિત

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388