________________
એની શ્રદ્ધા પર શંકા રહે. શ્રદ્ધાના મુખ્ય છ (અલ્લાહ, તેના ફિરસ્તાઓ, તેનાં ગ્રંથો, તેના પયગંબર, ન્યાયનો દિન અને નિયતિ) સ્તંભો છે. તેના પર શ્રદ્ધા રાખનાર જ શ્રદ્ધાળુ કહેવાય.
૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે?
મુસ્લિમો એમ માને છે કે કોઈને બીજાની શ્રદ્ધા વિષે કંઈ પણ કહેવાનો હક નથી. હા, મનુષ્યનાં કર્તવ્યો પરથી અનુમાન કરી શકાય કે કોણ વધુ શ્રદ્ધાળુ છે. કુરાનની આયાતો (શ્લોકો) મનુષ્યની શ્રદ્ધાનું અનુમાન લગાવવામાં જરૂર કામ લાગે. કુરાન પ્રમાણે સત્કાર્યો કરનાર વધુ શ્રદ્ધાળુ ગણાય. મુસ્લિમ માન્યતા જ છે કે સત્કાર્ય એ શ્રદ્ધાળુની ખાસિયત છે. સત્ય એ અલ્લાહની જ દેણ હોવાથી જુઠ્ઠું બોલનાર, છેતરનાર ઓછો શ્રદ્ધાળુ પુરવાર થાય છે.
૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ?
એક વ્યક્તિ ધર્મ સ્થાનકે
ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ.
ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ.
આ એક મૂંઝવણવાળો સવાલ છે. જેનો દરેક જવાબ વ્યક્તિના પોતાના વિચારો ઉપર નિર્ભર છે. એક વ્યક્તિ જે ધર્મક્રિયા કરે છે, પણ ધર્મના સિદ્ધાંતોને રોજના કામોમાં મહત્વ આપતી નથી. એ સાચો મુસ્લિમ ન કહેવાય. સાચો મુસ્લિમ તો ધર્મના સિદ્ધાંત અને આચરણ બન્ને પ્રમાણે ચાલે છે. બીજી વ્યક્તિ સિદ્ધાંત પ્રમાણે આચરણ કરે છે. પણ ધર્મની ક્રિયા કરતી નથી. તો સવાલ થાય છે કે ધર્મક્રિયા ન કરવાનું કારણ શું? કારણ કે એને સમય નથી? કે તેને પ્રમાદ છે? અથવા ભગવાનની આજ્ઞાનું તેને મહત્ત્વ નથી? કુરાન પ્રમાણે ડેવીલ ભગવાનની આજ્ઞા ન માનતા આડમના પગે ન પડ્યો. અને તેથી તેને નારકીપણું મળ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્રિયાનો સમય ન કાઢવા માટે જો પ્રમાદ અને અવિશ્વાસનો સવાલ હોય તો એ ભગવાનનો ગુનેગાર છે. નમાજ કરવામાં બહુ સમય જતો નથી. પાંચ મિનિટમાં પણ થઈ શકે છે. ઉપરનાં કારણો પ્રમાણે ન કરતી હોવાથી, આ વ્યક્તિ તદ્દન અધાર્મિક છે. પણ નમાજ ન પઢવાનું કારણ પ્રમાદ ન હોય પણ કોઈ બીજી તકલીફ હોય પણ મનમાં તો નમાજ પઢવાની ઈચ્છા હોય તો તે માણસ ધાર્મિક કહેવાય.
સમકિત
૩૬૧