________________
૪.
૫.
કોને શ્રદ્ધા હોઈ શકે?
ભગવદ્ગીતા મુજબ જે મનુષ્યને પ્રગાઢ આસ્થા હોય તે જ જ્ઞાન મેળવી શકે.
એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે?
વિશ્વાસ મૂકી શકાય, વ્યક્તિની વાતો કરવાની રીતભાત, તથા તેના પોતાના જીવનમાં અપનાવેલ ગુણોનો અમલ જોઈ નક્કી કરી શકાય.
૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે
ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ.
ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ.
જે વ્યક્તિ ક્રિયાઓ કરે પરંતુ સિદ્ધાંતોનો અમલ ન કરે તે ઉપરછલ્લો ભક્ત કહેવાય, નામનો જ ભક્ત. જે વ્યક્તિ પોતાના સંજોગોને લીધે ક્રિયાઓ ઓછી કરે છે અથવા ન કરે પરંતુ ધાર્મિક સિદ્ધાંતોને પોતાના રોજિંદા જીવનમાં અમલ કરી જીવન વિતાવે છે, જ સાચો ભક્ત કહેવાય.
૩૫૮
૭.
કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો?
એક છોડી બીજાને વળગવું એ સાચી ભક્તિ કે સાચી શ્રદ્ધા ન ગણાય. પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખી બીજા ધર્મનું માન સાચવવું એ સાચા ભક્તની નિશાની છે.
સમકિત