________________
૨.૪ હિંદુ ધર્મ ભારતમાં વસતા હિંદુ ધર્મના વિદ્વાન નૈવૈય સ્વામિ શ્રી ભક્તિજીવનદાસની મુલાકાત
૧. આપનો ધર્મ આત્મામાં માને છે?
જો હા........તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો?
હા, અમારી માન્યતા પ્રમાણે આત્મા છે અને અમર છે. આત્મા કોઈએ બનાવ્યો નથી અને તેનો કોઈ નાશ પણ નથી કરી શકતું. ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? વૈષ્ણવ ધર્મ અનુસાર શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૨૦મા શ્લોકમાં અર્જુનને આત્મા વિષે જ્ઞાન આપે છેઃઆત્માનો જન્મ કે મૃત્યુ નથી. એ તો જન્મથી પર છે અને અમર છે. શરીરના કોઈ પણ અંશના વિધ્વંસ (વિનાશ)થી આત્મા પર કોઈ અસર થતી નથી. આત્મા કોઈનું સર્જન નથી અને નથી કોઈ તેનો વિનાશ કરી શકતું. આ જ વસ્તુ ગીતાના બીજા અધ્યાયના જ ૨૩મા શ્લોકમાં બીજી રીતે સમજાવી છે. - કોઈ શસ્ત્ર તેનું છેદન કરી શકતું નથી કે નથી અગ્નિ તેને બાળી શકતો, નથી પાણી તેને ભીંજવી શકતું કે નથી હવા તેને સૂકવી શકતી. અમારો ધર્મ પુનર્જન્મમાં માને છે. અમારા ધર્મ પ્રમાણે ૮૪ લાખ જીવાયોનિ છે. જેમાં આત્માનો જન્મ થાય છે અને કર્મ પ્રમાણે ફળ મળે છે. ગીતાના બીજા અધ્યાયનો ૨૨મો
શ્લોક પુનર્જન્મનો સિદ્ધાંત નીચેના શબ્દોમાં સમજાવે છે. જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરે છે, તે જ પ્રમાણે આત્મા જૂનું શરીર ત્યાગી નવી કાયા અપનાવે છે.
૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? શ્રદ્ધા એ વિશ્વાસનો સમાનાર્થી શબ્દ છે. સત્ય એ જ પ્રગાઢ આસ્થા છે. સમકિત
૩૫૭