Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 336
________________ કરી શક્તા નથી. જે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરુદ્ધ ન હોય, જે વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરતા હોય, સર્વજીવોના માટે હિતકર હોય. જે મિથ્યા માર્ગનું યુક્તિ, પ્રમાણ, આદિથી નિરાકરણ કરે છે. તે શાસ્ત્ર છે. વ્યવહાર સભ્યદર્શન અને નિશ્ચય સમ્યગદર્શન વ્યવહાર સમ્યગ્રદર્શનનું એક લક્ષણ બતાવ્યું છે કે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગદર્શનમ્ તેના ઉપર પંચાસ્તિકાય તાત્પર્યવૃત્તિમાં એક સૂત્ર આપવામાં આવ્યું છે. તે આ છે. २७. मिथ्यात्वोदय जनितविपरीताभिनिवेशरहितं सम्यग्दर्शनम्। અર્થઃ મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન વિપરીત અભિનિવેશથી મુક્ત થઈને તત્ત્વનું શ્રદ્ધાન કરવું તે સમ્યગદર્શન છે. વિપરીત અભિનિવેશ રાગ-દ્વેષના કારણે ઉત્પન્ન થાય છે. भूयत्थेणाभिगदा... सम्मते અર્થઃ ભૂતાર્થ-નિશ્ચયનયથી નવતત્ત્વની સાથે એકત્વ પ્રાપ્તિથી આત્માનું જ્ઞાન છે અથવા તે ભૂતાર્થરૂપથી જાણેલાં જીવાદિ ૯ તત્ત્વને શુદ્ધ આત્માથી ભિન્ન કરીને સમ્યક્ અવલોકન કરવું નિશ્ચય સમ્યગ્દર્શન છે. २८. जीवादि सदृहणं सम्मतं, रुवमप्पणो तं तु। અર્થ જીવ આદિ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધાન-નિશ્ચયથી સમ્યગ્રદર્શન છે અને તે મૂળમાં આત્માનું સ્વરૂપ છે. २९. सप्तानां कर्मप्रकृतीनां आत्यन्तिकेऽपगमे सत्यात्मविशुद्धिमात्रमितरद् वीतराग सम्यकत्वमित्युच्यते અર્થ દર્શન મોહનીયની સાતે પ્રકૃતિઓનો આત્યંતિક (સર્વથા) ક્ષય થઈ જવા પર જે આત્મવિશુદ્ધિ માત્ર પ્રગટ થાય છે. તે વીતરાગ-સમ્યગ્ગદર્શન કહેવાય છે. ३०.येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। અર્થ જેટલા અંશમાં જીવ સમ્યગૃષ્ટિ છે, તેટલા અંશમાં બંધ થતો નથી અને જેટલા અંશમાં તેનો રાગ છે. તેટલા અંશમાં તેનો કર્મબંધ થાય છે. સમકિત ૩૨ ૧

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388