________________
૨.૧ ધાર્મિકસંવાદ
પહેલા ભાગમાં સમકિત જે આપણો મુખ્ય વિષય છે તેનું સંપૂર્ણ વર્ણન જૈનધર્મ પ્રમાણે અને લેખકની પોતાની સમજૂતી સાથે તેની બધી માહિતી વર્ણવી છે, જે આપે જોઈ.
હવે આ બીજા ભાગમાં દુનિયાના અન્ય મુખ્ય દર્શનોમાં પણ આત્મા સમકિત, શ્રદ્ધા, વિશ્વાસ કે પરલોક માટે શું માન્યતા છે પોતાના ધર્મ પ્રમાણે તે માહિતી તે ધર્મના અગ્રેસર અને આ બુકના લેખક વચ્ચે સંવાદરૂપે થઈ તે અહી આપેલ છે. નીચે પ્રમાણેના સવાલો તે ધર્મના ધર્મગુરુ અથવા તેના વિદ્વાનોને પૂછેલા હતા.
૧. આપનો ધર્મ આત્મામાં માને છે?
જો હા......તો
ક. આત્માનો અર્થ શો?
ખ. આત્મા કોણે બનાવ્યો?
ગ. આત્મા ક્યાંથી આવ્યો?
૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે?
૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે?
૪. કોને શ્રદ્ધા હોઈ શકે ?
૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે?
૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ?
એક વ્યક્તિ ધર્મ સ્થાનકે
ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ.
ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ.
૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો?
સમકિત
૩૫૧