________________
૨.૨ બૌદ્ધ ધર્મ
ભારતવાસી અને બૌધ્ધ ધર્મ પ્રચારક વિદુષી ડૉ. સુપ્રિયા સાથેની મુલાકાત, તેઓનો ખાસ વિષય અને રસ બૌદ્ધિક યોગ-સાધના, મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મ અને તેમાંયે ખાસ કરીને કુમારજીવનનું સાહિત્ય સર્જન, તથા બૌદ્ધ નીતિશાસ્ત્ર છે. હાલમાં તેઓ વિશુદ્ધિ મગ અને શ્રાવકભૂમિ વિભાગ (યોગાચારભૂમિ શાસ્ત્રનો) પર અભ્યાસ કરી રહ્યા છે. મુલાકાતનું સ્થળ કે. જે. સોમૈયા કૉલેજનું બૌદ્ધ સેંટર.
૧. આપનો ધર્મ આત્મામાં માને છે?
જો હા.....તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો?
બૌદ્ધ ધર્મ સ્વતંત્ર, અનત્ત, અને પોતાના ખુદના સ્વભાવવાળા આત્મામાં માનતો નથી. બૌદ્ધ ધર્મમાં અનત્તના સિદ્ધાંતનુ વધારે મહત્ત્વ છે. એનો અભ્યાસ પણ અનેક રીતે થયો છે અને કરી પણ શકાય, અનત્તના સિદ્ધાંત મુજબ દરેક વસ્તુ કાર્યકારણના સિદ્ધાંત પર આધારિત છે. આત્મા ધરાવનાર દરેક ચીજ, વસ્તુ, મનુષ્ય, પ્રાણી, વગેરે જે જન્મે છે અને મરણ પામે છે તે પોતાના કર્મ અનુસાર જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરે છે. સ્કંધોનું આવવું અને જવું તે ક્રિયા “સનત્ત'' છે.
હયાતીની ત્રણ નિશાનીઓમાંની એક છે અનત્ત. બીજી બે એટલે અનિક્ક અને દુઃખ. મોક્ષની થીઅરી (સિદ્ધાંત) પ્રમાણે એમ કહી શકાય કે આત્મા જેવું કે તેને લગતું કે તેના તાબામાં હોય એવું કંઈ હોઈ જ ન શકે. કારણ કે તે અનિક્ક હોવાથી દુઃખ જ ઉત્પન્ન કરે છે.
૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? આત્મા જ નથી એમ માનવાને લીધે બૌદ્ધિક પ્રમાણે કર્મ મુજબ અને કર્મો જ માનસિક અને ભૌતિક પદાર્થની ઉત્પત્તિ અને વિસર્જનની સતત ક્રિયા કરાવે છે.
૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે?
૪. કોને શ્રદ્ધા હોઈ શકે? ૩૫૨
સમકિત