________________
જેમ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા ઉપશાંત કરી છે એટલે તે રાગદ્વેષ રહિત હોવાથી ‘વીતરાગી’ કહેવાય છે પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોનો ઉદય હોવાથી ‘‘છદ્મસ્થ’’ કહેવાય છે.
આ ગુણસ્થાનકના પ્રથમ સમયે સંજવલન લોભનો ઉપશમ કરે તેથી મોહનીયની સર્વ ૨૮ પ્રકૃતિનો ઉપશમ હોય છે.
અહીં જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ, શુક્લધ્યાનનો બીજો પાયો ધ્યાયીને વીતરાગભાવે યથાખ્યાત ચારિત્ર પણે જાણે શ્રદ્ધે, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન છે.
આવું એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ બે વાર આવે છે. ઘણા ભવમાં જઘન્ય બે વાર ઉત્કૃષ્ટ ચાર વાર આવે છે.
અહીં જીવ ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
આ ગુણસ્થાનકે જીવ અવશ્ય કાળક્ષયે કે ભવક્ષયે નીચે પડે જ છે.
ચિત્ર ૧૭
૩૦૪
સમકિત