________________
૩.૧ શ્વેતાંબર આગમમાં સમ્યગ્દર્શન
૧. સમ્મીિ સયા અમૂઢે
અર્થઃ સમ્યક્દષ્ટિ સદૈવ અમૂઢ-મૂઢતાઓથી રહિત રહે છે. પરપદાર્થ પ્રતિ રાગ, દ્વેષ, મોહ આદિ કરવું તે મૂઢતા છે. સમ્યક્દષ્ટિ આવી મૂઢતાથી બચતો રહે છે. તે હંમેશાં સતર્ક રહે છે.
२. समत्तदंसी न करेइ पावं
અર્થઃ સભ્યષ્ટિ પાપ કરતા નથી ! (મિથ્યાત્વરૂપ દોષનું પાપ કરતા નથી)
३. जे यऽबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कतं सफलं होई सव्वसो।। जे बुद्धा महाभागा वीरा समत्तदंसिणो । सुद्धं तेसिं परक्कतं अफलं होई सव्वसो ।। અર્થઃ જે પુરુષ ધર્મતત્ત્વ અને આત્મસ્વરૂપને જાણતો નથી પણ મહાભાગ્યશાળી, લોકપૂજ્ય અને મહાનવીર છે, પરંતુ સમ્યગ્દર્શનથી રહિત છે. તેનું અહિંસા, સત્ય આદિ ધર્માચરણમાં પરાક્રમ અશુદ્ધ હોય છે. અને તે હંમેશાં કર્મફળયુક્ત હોય છે. તેનાથી વિપરીત...
જે પુરુષ ધર્મતત્ત્વ અને આત્મસ્વરૂપને જાણે છે. મહાભાગ્યશાળી, લોકપૂજ્ય અને કર્મ દૂર કરવામાં વીર છે, તથા સમ્યગ્દર્શનથી યુક્ત છે. તેનું અહિંસાદિમાં ધર્માચરણમાં પરાક્રમ શુદ્ધ છે અને તે બધું અફલ (કર્મફળના અભાવરૂપ) મોક્ષ માટે થાય છે.
૪. एयाइं मिच्छादिट्ठिस्स मिच्छत्तपरिग्गािईं मिच्छासुं।
इयाईं चेव सम्मदिट्ठिस्स सम्मत्त परिग्गहियईं सम्मसुं ॥
અર્થઃ જે સભ્યશાસ્ત્ર છે. તે મિથ્યાટષ્ટિ માટે મિથ્યાશ્રુત થઈ જાય છે અને સમ્યક્દષ્ટિ માટે તે જ શાસ્ત્ર સભ્યશ્રુત થઈ જાય છે.
પ્ तं जड़ ताव तुमं जहा तिरिक्खजोणिय भावनुवगएं ।
अपडिलद्ध समत्तरयणलंभेणं से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णे णिक्खित्ते ।
અર્થઃ ભગવાન મહાવીરસ્વામી કહે છે-હે મેઘમુનિ તે સમયે તમે તિર્યંચયોનિમાં હતા તો પણ અપ્રતિલબ્ધ સમ્યક્રત્નના લાભથી પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપાથી તમે પગ ઉપર રાખ્યો અને નીચે ન મૂકયો તે સમ્યક્દર્શન તથા અનુકંપાના ફળસ્વરૂપે તમે મનુષ્યભવ અને રાજા શ્રેણીકના ત્યાં પુત્રરૂપે જન્મ્યા છો.
સમકિત
૩૧૧