________________
તિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમણ, સ્થિતિબંધ આ પાંચ અપૂર્વકરણના કાર્યો કરી, કોઈ કાળે પૂર્વે તે પરિણામ ન હતાં તે આવ્યાં તેથી બીજું નામ ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનક પણ કહેવાય છે.
સ્થિતિઘાત, ૨સઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ આ ચાર અપૂર્વ કાર્ય ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરતાં આગળ આપણે જોયા પણ અહીં ગુણ સંક્રમણ એક વિશેષ અપૂર્વ કાર્ય થાય છે.
ગુણ
અસંખ્યગુણાકારે સંક્રમ = એકનું બીજામાં રૂપાંતર થવું તે
જ્યારે સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી, સજાતીય કર્મપ્રકૃતિના સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાતંર થવું તેને સંક્રમણ કહેવાય છે.
આ ગુણસ્થાનકે અસંખ્યાત ગુણ ચડતા ક્રમે અશુભ દલિકોનું, નવા બંધાઈ રહેલા શુભકર્મમાં સંક્રમણ થાય છે.
અહીંયા પૂર્વેના ક્ષાયિક સમકિતને ૭ નો ક્ષય, ૮ નો ક્ષયોપશમ હતો તે, ૧) ઉપશમ શ્રેણી અથવા તો ૨) ક્ષપક શ્રેણી કરે છે.
પૂર્વેના ઉપશમ સમકિતને ૭નો ઉપશમ, ૮નો ક્ષયોપશમ હતો તે માત્ર ઉપશમ શ્રેણી કરે છે.
જ્યારે સમકિતની પ્રાપ્તિ સમયે જે અપૂર્વકરણ થયું હતું તેના કરતાંય અપૂર્વકાર્ય અહીં થાય છે. કારણ કે ૪ ગુણસ્થાનકે અપૂર્વકરણ એ ગુણસ્થાનક રૂપ છે પણ અહીંથી જીવ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ઉપર ચડે છે.
૧. પૂર્વનો ક્ષયોપશમ સમકિતી દર્શનસપ્તકનો ઉપશમ શ્રેણીમાં ઉપશમ કરે અથવા ક્ષપક શ્રેણીમાં ક્ષય કરે છે.
૨. જ્યારે જીવ ઉપશમ શ્રેણી શરૂ કરે છે ત્યારે મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમ કરતો ૯મા, ૧૦મા ગુણસ્થાનકે થઈ ૧૧મા ગુણસ્થાનક સુધી જાય. ૧૧મા ગુણસ્થાને અવસ્થિત પરિણામે રહીને ત્યાંની સ્થિતિ પૂરી થતા ૧૦માંથી ઘટતા પરિણામે પ્રથમ ગુણસ્થાનક સુધી જઈ શકે છે. જીવ જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે તે મોહનીય કર્મની પ્રકૃતિના દળને ક્ષય કરતો, શુદ્ધ મૂળમાંથી
સમકિત
૨૯૯