________________
સમ્યગ્રદર્શનથી આત્મસ્વરૂપના બોધનો પ્રારંભ
આજે ઘણાં લોકો વિભાવ-પરભાવના ચક્કરમાં પડીને પોતાના વાસ્તવિક સ્વરૂપને, જેને “આત્મશ્રી” કહેવાય છે, તેને ભૂલી ગયા છે. માટે તે આ અજ્ઞાનતાના કારણે દુઃખ અને કષ્ટ મેળવે છે. આ વાત આપણે એક દૃષ્યત દ્વારા સમજીએ. એક ધનવાનનો પુત્ર છે. તેને ખબર નથી કે હું ધનવાનનો પુત્ર છું. તે રસ્તે જતાં માણસો પાસે પૈસા માંગે છે અને વાચક બની દિવસો પસાર કરે છે. જયારે તેને ખબર પડે છે કે પોતે તો કોઈ ધનવાનનો ઉત્તરાધિકારી છે. ત્યારે તેને પોતાની યાચક પ્રવૃત્તિ ઉપર હસવું આવે છે. શરમ આવે છે. અને તે પ્રવૃત્તિ બંધ કરે છે. મિથ્યાત્વી જીવનું પણ આવું જ છે. પોતાની “આત્મશ્રી” (આત્મશ્રી એટલે આત્મામાં ઘણી બધી ગુણરૂપી લક્ષ્મી ભરેલી પડી છે તેને ઓળખવી) નું તેને ભાન નથી તેથી ઇન્દ્રિયો પાસે સુખો માગે છે. અને ઇન્દ્રિયોનાં સુખોમાં સુખબુદ્ધિ માને છે. જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયો પાસે સુખો માંગવાનું બંધ થાય છે. આમ આત્મબોધ સત્ય બતાવે છે. જરૂર છે સમ્યગદર્શન દ્વારા “આત્મશ્રી'ને ઓળખી લેવાની. જે વ્યક્તિ આ આત્મશ્રી ને સમ્યગદર્શન દ્વારા ઓળખી લે છે, તે આનંદમય જીવન જીવી શકે છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ આત્મશ્રીની સહજ અવસ્થાનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે
"एन्द्रश्री सुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्द पूर्णेन पूर्णं जगदवेक्ष्यते ॥" - જ્ઞાનસાર; ગાથા ૧ (પાનું ૧, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ આરાધના ભવન જૈન સંઘ, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૩૦)
આત્મશ્રી એટલે આત્મામાં ઘણી બધી ગુણરૂપી લક્ષ્મી ભરેલી પડી છે. તેને ઓળખવી, તેને ધ્યાનમાં લાવવી, તેનું જ્ઞાન કરવું અને પોતાને દરિદ્ર ન સમજવું. અને આવી આત્મશ્રીનો જેને અનુભવ થઈ જાય છે તે અર્નિર્વચનીય જ્ઞાન અને સુખનો અનુભવ કરે છે. સંસારમાં રહેતો હોવા છતાં પણ અપૂર્વ આનંદમય જીવન જીવે છે. પરંતુ જ્યાં સુધી આત્મા પોતાની આત્મશ્રીને ઓળખતો નથી ત્યાં સુધી સાંસારિક વિષયોની યાચના કરે છે. વિભિન્ન કામનાઓની પૂર્તિની ભીખ માંગે છે. કેમ કે તેને ખબર નથી કે મારા આત્મામાં કેટલું સુખ અને કેટલું બળ છે? કેટલું જ્ઞાન અને કેટલું દર્શન છે? આત્માની આ બધી સમૃદ્ધિ બહારથી લાવવાની નથી કે નથી કોઈની પાસેથી ઉધાર લેવાની. તે તો આપણી અંદર જ પડી છે તેની ઉપરનું માત્ર આવરણ દૂર કરવાનું છે.
સમકિત
૨૫૯