________________
ઘણા જીવોને તો સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી વિશિષ્ટ સાધના કરવી પડે છે. જો સાધનાના પુરુષાર્થમાં જાગૃતિ ન રહી અથવા કર્મોનો ઉદય થઈ ગયો તો સમ્યગ્દર્શનનો વિયોગ પણ થોડા કાળ માટે થઈ શકે છે. પરંતુ એકવાત નક્કી છે કે જેણે પળભર માટે પણ સમ્યગ્દર્શનનો સ્પર્શ કરી લીધો તે વધારેમાં વધારે દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં પરમાત્મપદ પ્રાપ્ત કરશે જ.
આનું રહસ્ય આ છે કે જેણે પોતાનામાં શુદ્ધ આત્મતત્ત્વની પ્રતીતિ કરી લીધી તે જીવમાં પરમાત્મદશાનું બીજારોપણ થઈ ગયું. સમ્યગ્દર્શન બીજ છે તો પરમાત્મદશા તેનું વૃક્ષ છે. વૃક્ષ માટે નાનું બીજ વાવવામાં આવે છે, વૃક્ષ ક્યારેય રોપવામાં આવતું નથી. તે નાના બીજમાં સમગ્ર વિશાળ કાય વૃક્ષનું અસ્તિત્વ છુપાયેલું છે. તે બીજ સમય થવા પર મહાવૃક્ષના રૂપમાં ફૂલે છે ફળે છે, સંસારને પોતાની શીતલ સઘન છાયા અને મધુર ફળ આપી તૃપ્ત કરે છે.
સમ્યગ્દર્શન પણ એક નાનું બીજ છે. હૃદયભૂમિમાં તે છુપાયેલું છે. સાધનાના ક્ષેત્રમાં તે એકવાર આવી જાય છે તો તે તેજસ્વી બીજ એક દિવસ મોક્ષ કે પરમાત્મા પદ રૂપ મહાવૃક્ષના રૂપમાં જોવા મળે છે. આ સમ્યગ્દર્શન રૂપી બીજને સમૃદ્ધ કરવાનું કામ યમ અને સંયમ કરે છે. આ વાત આચાર્ય શ્રી અમિતગતિ સમજાવતા આ ગાથામાં કહે છે.
"विवर्धमाना यमसंयमादयः पवित्रसम्यकत्वगुणेन सर्वदा । फलन्ति हृद्यानि फलानि पादपाः धनौदकेनैवामलापहारिणा ॥"
અર્થઃ જેવી રીતે મેલને ધોવાવાળા વાદળોની જલવર્ષાથી વૃક્ષ મનોહર ફળોથી સમૃદ્ધ થાય છે, તેવી રીતે સમ્યગ્દર્શનરૂપ મેઘ મિથ્યાત્વ, અજ્ઞાન આદિ મલો (દોષો)ને દૂર કરી યમ, સંયમ આદિ ગુણોની વૃદ્ધિ કરી પોતાને જ સમૃદ્ધ બનાવી દે છે.
શુદ્ધ સાધનાનું મૂળ સમ્યગ્દર્શનઃ
વાસ્તવમાં શુદ્ધ સાધના તે છે જયાં સ્વાર્થ, લોભ, ભય, પ્રલોભન, કામના, દંભ, દેખાવ, છલ, આદિ વિકાર ન હોય, આવી શુદ્ધ સાધના માટે સર્વપ્રથમ સમ્યક્ (શુદ્ધ)દષ્ટિની આવશ્યક્તા છે. દૃષ્ટિ સમ્યક્ હશે તો વાણી અને કર્મપણ શુદ્ધ હશે, પરંતુ સાધનાની પાછળ જો દૃષ્ટિ જ સ્પષ્ટ, ઉદાર, વ્યાપક, ધર્મપુનિત અને વિવેકમયી નથી તો તેના વિચાર, વાણી અને કાર્યોમાં પણ વિવેક આવશે નહી. અશુદ્ધ એવં મિથ્યાદષ્ટિ અશુદ્ધ, મિથ્યા એવં વિપરીત કાર્યને જન્મ આપે છે. તેના નિમિત્તથી વાણીમાં પણ અશુદ્ધતા આવે છે. જો દૃષ્ટિ સત્ય અને શુદ્ધ હશે તો વિચાર અને વચનમાં પણ સત્યતા અને શુદ્ધિ આવશે. માટે નિઃસંદેહ આ કહી શકાય છે
સમકિત
૨૬૩