________________
"कामदुर्हि कप्पतरूं चिंतारयणं रसायणं य समं । लद्धो भुंजइ सोक्खं, जहच्छियं जाण तह सम्मं ॥" રયણસાર-ગાથા ૫૪ ભાગ્યશાળી મનુષ્ય જેવી રીતે કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન અને રસાયણને મેળવીને મનોવાંછિત ઉત્તમ સુખોને મેળવે છે. તેવી રીતે સમ્યગદર્શનથી ભવ્ય જીવો આ ચારેના સમાન સમસ્ત પ્રકારનાં સુખો સ્વયમેવ જ પ્રાપ્ત કરે છે.
સમ્યગદર્શનનો લાભ સર્વોત્તમ કલ્પવૃક્ષનો લાભ સમ્યગદર્શનને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ એક એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ મનમાં સંકલ્પ કરવામાં આવે તે જલદીથી પૂર્ણ થઈ જાય છે. તેવી રીતે સમ્યગદર્શન પણ કલ્પવૃક્ષ સમાન છે. તેની હાજરીમાં સાધક જે લોકોત્તર મનોરથ કરે છે તે ચોક્કસ પૂર્ણ થાય છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યગદર્શનને ઉત્તમ કલ્પવૃક્ષની ઉપમા આપી તેનાં અંગોપાંગનું નિરૂપણ નીચે પ્રમાણે કર્યું છે તે આપણે જોઈએ. "जिनवरवचो मूलस्तत्वसस्कन्ध पीठः, सकलगुणपयोधि-वद्धिंतो वृत्तशाखः । "अखिलसमिति-पत्रपुष्पभारोऽवतान्नः, શિવસુ નનકો દ્રષ્ટિ અપવૃક્ષ: " -આચાર્ય સકલકીર્તિ પ્રશ્નોત્તર શ્રાવકચાર; ગાથા ૧૧.૧૦૭ - સમ્યગ્ગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થઃ ૦ સમ્યગ્દર્શન ઉત્તમ કલ્પવૃક્ષ છે.
૦ વીતરાગ અને તેના વચનો પર દૃઢ વિશ્વાસ જ સમ્યકત્વ કલ્પતરુનું મૂળ છે. ૦ જીવ આદિ નવ તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે તેનું થડ છે. ૦ ક્ષમા, દયા, શીલ, સંતોષ, વિનય આદિ અથવા નિઃશંકિત આદિ ગુણોથી પરિપૂર્ણ
પાણીના સિંચન કરવાથી આ સમ્યગ્ગદર્શનરૂપી કલ્પવૃક્ષ વધે છે. ૦ સમસ્ત સમિતિ અને ગુપ્તિ અથવા જપ-તપ વગેરે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ આ કલ્પવૃક્ષનાં પાંદડાં અને ફૂલો છે.
સમકિત
૨૭૨