________________
આ સ્તુતિ સમ્યગ્દર્શની વ્યક્તિને શુદ્ધતા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. દિગંબર પરંપરામાં વિશુદ્ધિનો માર્ગ
દિગમ્બર પરંપરામાં અનેક ગ્રન્થોમાં ૨૫ દોષોના ત્યાગથી સમ્યગ્રદર્શનની વિશુદ્ધિ થઈ શકે છે તેમ બતાવ્યું છે. તે ૨૫ દોષો નીચે પ્રમાણે છે.
(૧) ૩ મૂઢતાઓનો ત્યાગઃ દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા. આ ત્રણ મૂઢતાઓ દ્વારા પોતાના આત્માના વિશુદ્ધ સ્વરૂપમાં ચલ, મલ અને અગાઢ દોષોને અંદર ઘૂસવા ન દેવા. (૨) ૮ મદનો ત્યાગ (૧) કૂળમદ (૨) જાતિમદ (૩) બળમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) લાભમદ (૭) શ્રતમદ (૮) ઐશ્વર્યમદ. શ્વેતામ્બર અને દિગંબર બને પરંપરાઓમાં આ આઠ મદ બતાવ્યા છે. (કોઈક નામો જુદાં હોઈ શકે) (૧-૨) કૂળમદ-જાતિમદ- સમ્યગ્દષ્ટિ પોતાની જાતિ કે કુળનું જો અભિમાન કરે. બીજા નીચા કૂળના સાધર્મિકનું અપમાન કરે તો તેના દર્શનમાં મલિનતા આવી શકે છે. જૈનધર્મની પરંપરા કૂળ કે જાતિપ્રધાન નથી. પણ ગુણપ્રધાન છે. (૩) બળમદ - પોતાની તાકાત, શક્તિનું જો અભિમાન કરે અને તે શક્તિ દ્વારા બીજાને હાનિ પહોંચાડે અથવા તો બીજાના અધિકાર પોતે લઇ લે. આવા પ્રકારનો દુરુઉપયોગ કરવાથી દર્શનમાં મલિનતા આવી શકે છે. (૪) રૂપમદ/સૌંદર્યદ - રૂપના અભિમાનથી રાગ, મોહ અને આશક્તિ પેદા થાય છે. રૂપ તો પર પદાર્થ છે અને પર પદાર્થ ઉપર રાગ કે મોહ રાખવો તે કર્મબંધનું કારણ છે અને રૂપના ઉપર ધ્યાન રાખવાથી આત્મા ઉપરનું ધ્યાન જતું રહે છે અને તેથી સમ્યગૃષ્ટિના દર્શનમાં અશુદ્ધિ આવી શકે છે.
સમકિત
૨૮૭